વડોદરા:યુરોપની મંદીની અસર ભારતમાં નહિ, ગ્રોથરેટ ઘટશે: ચિદમ્બરમ

વડોદરા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાતની સરકાર દિલ્હીથી મોદી-શાહ ચલાવે છે

યુરોપ સહિત વિશ્વના વિવિધ ભાગોમાં આર્થિક મંદી પ્રવર્તી રહી છે ત્યારે ભૂતપૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમે એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે, યુરોપ સહિતના ભાગોમાં જે મંદી પ્રવર્તે છે તેની અસર ભારત પર થશે, પણ એનો અર્થ એ નથી કે, ભારતમાં મંદી આવશે. જોકે ગ્રોથ રેટ ચોક્કસ મંદ પડશે. તેમણે કહ્યું કે, નાણામંત્રી નિર્મલા સીતારમન જે ફૂલગુલાબી ચિત્ર દેખાડી રહ્યાં છે તેવું વાસ્તવમાં છે નહીં.

અમદાવાદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાયેલી પત્રકાર પરિષદને સંબોધતાં ચિદમ્બરમે કહ્યું કે, ગ્રોથ રેટ નીચો જશે. તેની પાછળનાં કારણો જણાવતાં તેમણે કહ્યું કે, ‘યુરોપિયન દેશોમાંથી આવતું ઇન્વેસ્ટમેન્ટ ઓછું થઈ જશે એટલે ગ્રોથ રેટને અસર થશે. એક્સપોર્ટ ઓછું થઈ જશે.

લોકોની ખરીદ શક્તિ ઘટી જશે એટલે ગ્રોથ રેટને અસર થશે. પબ્લિક ઇન્વેસ્ટમેન્ટમાં સરકાર કેટલું રોકાણ કરે છે તેના પર પણ મંદીની અસર નિર્ભર છે. સરકાર કેટલું રોકાણ કરશે તે હું કહીં શકું નહિ. ગુજરાતનું શાસન દિલ્હીથી થાય છે. નરેન્દ્ર મોદી અને અમિત શાહની જોડી ગુજરાતનું શાસન ચલાવે છે. ડબલ એન્જિનવાળી સરકારનો ઘમંડ એ ફક્ત ભાજપ સરકારનો ઘમંડ છે.

અન્ય સમાચારો પણ છે...