એજ્યુકેશન:એજ્યુકેશન સાઇકોલોજી ફેકલ્ટીમાં 5 લાખના ખર્ચે રિસર્ચ સેલનું નિર્માણ

વડોદરા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બુધવારે વીસીએ ટર્મ પૂરી થતાં પહેલાં ઉદઘાટન કર્યું

એમ.એસ. યુનિવર્સિટીની એજ્યુકેશન સાઇકોલોજી ફેકલ્ટીમાં 5 લાખના ખર્ચે નિર્મિત રિસર્ચ સેલનું બુધવારે વીસીએ ટર્મ પૂરી થતાં પહેલાં ઉદઘાટન કર્યું હતું. વીસી પ્રો. પરિમલ વ્યાસે એજ્યુકેશન એન્ડ સાઇકોલોજી ફેકલ્ટીમાં નવનિર્મિત રિસર્ચ સેલનું ઉદ્ઘાટન કર્યું હતું. આ રિસર્ચ સેલ ફેકલ્ટીના નવા રિનોવેટ કરાયેલા કેસ બિલ્ડિંગમાં ફેકલ્ટી કક્ષાએ સંશોધન કાર્ય માટે સુવિધા અને સેવાઓના હેતુ માટે યુનિવર્સિટી દ્વારા ફેકલ્ટીને આપવામાં આવેલી સીડ મની સાથે સજ્જ કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટીએ વન ટાઇમ સીડ મની મંજૂર કરી હતી. આ રિસર્ચ સેલનું નવીનીકરણ એયુસીટીઇએ ભારત સરકારની ગ્રાન્ટ નાણાથી કરવામાં આવ્યું હતું.

આ રિસર્ચ સેલમાં 50 સંશોધક વિદ્વાનો માટે તેમની બેસવાની જગ્યા, સ્ટોરેજ સ્પેસ, કોન્ફરન્સ માટે જગ્યા અને ઓનલાઈન અને ઓફલાઈન બંને મોડમાં ચર્ચા કરવા સહિતની સુવિધાઓ બનાવવામાં આવી હતી. આ રિસર્ચ સેલનું મોટા ભાગનું કામ પ્રો. આર.સી.પટેલ ના માર્ગદર્શન અને દેખરેખથી થયું હતું. ફેકલ્ટીના રિસર્ચ સેલના કન્વીનર પ્રો.આશુતોષ બિસ્વાલ. પ્રો.વ્યાસના હસ્તે દીપ પ્રાગટ્ય અને રિબીન કાપીને રિસર્ચ સેલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. છેલ્લા એક વર્ષમાં થયેલ સંશોધનની પ્રવૃતિઓ વીસી સમક્ષ રજૂ કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...