તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Establishment Of 12 Feet Sculpture At Inorbit Mall, Vadodara To Pay Homage To Corona Warriors, Dedicated To Police, Doctors, Common Man

કોરોના વોરિયર્સને અનોખી ટ્રિબ્યુટ:કોરોના યોદ્ધાઓને શ્રદ્ધાંજલિ આપવા વડોદરાના મોલમાં 12 ફૂટનું સ્કલ્પચર મૂકાયુ, પોલીસ, ડોકટર્સ, સામાન્ય માણસોને સમર્પિત કર્યું

વડોદરાએક મહિનો પહેલા
મોલમાં આવતા લોકો 500 કિલો વજનના સ્કલ્પચરને જોઇને કોરોનાની બીજી લહેરમાં લોકોને બચાવનાર તમામ હીરોઝને ટ્રીબ્યુટ આપે છે
  • આર્ટ ક્યુરેટર કહે છે કે, જેમને આપણને બીજી લહેરમાંથી બહાર આવવામાં મદદ કરી છે, તેમના માટે આ સ્કલ્પચર તૈયાર કર્યું છે

વડોદરા શહેરના ઇનઓર્બિટ મોલ દ્વારા કોરોનો વોરિયર્સ એવા પોલીસકર્મીઓ, ડોક્ટર્સ અને સામાન્ય માણસોને શ્રદ્ધાંજલિ આપવા માટે 12 ફૂટના સ્કલ્પચરની સ્થાપના કરવામાં આવી છે. મોલમાં આવતા તમામ લોકો 500 કિલો વજનના આ સ્કલ્પચરને જોઇને કોરોનાની બીજી લહેરમાં લોકોને બચાવનાર તમામ હીરોઝને ટ્રીબ્યુટ આપે છે.

વડોદરાના આર્ટિસ્ટે 500 કિલો વજનનું સ્કલ્પચર બનાવ્યું
વડોદરા શહેરના જાણીતા આર્ટ ક્યુરેટર સચિન કાલુસકરે આ સ્કલ્પચરનું ક્યુરેશન કર્યું છે અને આર્ટિસ્ટ કૃણાલ કહાર અને તેમની ટીમે 500 કિલો વજનનું સ્કલ્પચર બનાવ્યું છે. જેમાં માઇલ્ડ સ્ટીલ પ્લેટ્સ, સળિયા, લોખંડ અને ઓટોમોબાઇલની ટુકડાઓ જેવી સ્ક્રેપ સામગ્રીનો ઉપયોગ કર્યો હતો. આ સ્કલ્પચરને કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઑફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ દ્વારા પણ માન્યતા આપવામાં આવી છે.

આર્ટ ક્યુરેટર કહે છે કે, જેમને આપણને બીજી લહેરમાંથી બહાર આવવામાં મદદ કરી છે, તેમના માટે આ સ્કલ્પચર તૈયાર કર્યું છે
આર્ટ ક્યુરેટર કહે છે કે, જેમને આપણને બીજી લહેરમાંથી બહાર આવવામાં મદદ કરી છે, તેમના માટે આ સ્કલ્પચર તૈયાર કર્યું છે

સ્કલ્પચરનું ટાઇટલ 'ધ પ્રોટેક્ટર્સ' આપ્યું છે
વડોદરાના આર્ટ ક્યુરેટર સચિન કાલુસકરે જણાવ્યું હતું કે, આ સ્કલ્પચરનું ટાઇટલ અમે 'ધ પ્રોટેક્ટર્સ' આપ્યું છે. અમે પોલીસ અને ડોક્ટર્સ અને સામાન્ય લોકોને ટ્રીબ્યુટ કરવા માટે આ સ્કલ્પચર મોલમાં સ્થાપિત કર્યું છે. જેમને આપણને બીજી લહેરમાંથી બહાર આવવામાં મદદ કરી છે, તેમના માટે આ સ્કલ્પચર તૈયાર કર્યું છે. કોરોનાના વાયરસ ઉપરથી આવી રહ્યો છીએ, અને જે કોરોના વોરિયર્સ કોવિડને ઉપરથી રોકીને પૃથ્વીને બચાવી રહ્યા છે, જે આપણા હીરો છે. તે છત્રી પકડીને ઉભા છે, તે ટીમ વર્ક બતાવે છે. તે લોકો છત્રીથી થોડા બહાર છે, અમે એ બતાવવા માંગીએ છીએ કે, આ લોકો પોતાની જિંગગીને જોખમમાં મૂકીને આપણી જિંદગી બચાવી રહ્યા છે. તે લોકોએ આપણા માટે આટલુ સારૂ કામ કર્યું છે, જેથી આપણે એમને સલામ કરીએ.

સ્કલ્પચર બનાવવામાં માઇલ્ડ સ્ટીલ પ્લેટ્સ, સળિયા, લોખંડ અને ઓટોમોબાઇલની ટુકડાઓ જેવી સ્ક્રેપ સામગ્રીનો ઉપયોગ કર્યો
સ્કલ્પચર બનાવવામાં માઇલ્ડ સ્ટીલ પ્લેટ્સ, સળિયા, લોખંડ અને ઓટોમોબાઇલની ટુકડાઓ જેવી સ્ક્રેપ સામગ્રીનો ઉપયોગ કર્યો

મોલમાં આવતા લોકો સેલ્ફી લે છે અને શ્રદ્ધાંજલિ આપે છે
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, અહીં લોકો આવે છે અને ફોટોગ્રાફી કરે છે, સેલ્ફી લે છે અને શ્રદ્ધાંજલિ આપે છે. એક નાનકડો છોકરો આવ્યો અને સલામ આપી હતી. અમારી ટીમે મળીને 500 કિલોનું સ્કલ્પચર તૈયાર કર્યું છે. હવે ફરીથી ત્રીજી લહેર ન આવે તેવી કાળજી રાખીએ, સોશિયલ ડિસ્ટન્સ રાખીએ અને માસ્ક પહેરી. લોકોને બચાવીએ અને પોતાની જાતને પણ બચાવીએ.

આ સ્કલ્પચર પોલીસ, ડોકટર્સ અને સામાન્ય માણસને સમર્પિત કર્યું છે
આ સ્કલ્પચર પોલીસ, ડોકટર્સ અને સામાન્ય માણસને સમર્પિત કર્યું છે

સ્કલ્પચર પોલીસ, ડોકટર્સ અને સામાન્ય માણસને સમર્પિત કર્યું
મોલ મેનેજર રીતુએ જણાવ્યું હતું કે, અમે આ સ્કલ્પચર પોલીસ, ડોકટર્સ અને સામાન્ય માણસને સમર્પિત કર્યું છે, જેમણે બીજી તરંગમાં સહયોગથી કામ કર્યું છે અને લોકોની સલામતી સુનિશ્ચિત કરી છે. કોરોના વોરિયર્સ પોલીસ, ડોક્ટર્સ, નર્સિસ અને સામાન્ય માણસોએ કોરોનાની મહામારી દરમિયાન જંગ લડી છે અને દરેક વ્યક્તિએ કંઇકને કંઇક યોગદાન આપ્યું છે અમે તેમના માટે આ ટ્રીબ્યુટ આપ્યું છે. મોલના માધ્યમથી અમે તમામ લોકો સુધી પહોંચી શકીશું.

કોરોના વોરિયર્સ કોવિડને ઉપરથી રોકીને પૃથ્વીને બચાવી રહ્યા છે
કોરોના વોરિયર્સ કોવિડને ઉપરથી રોકીને પૃથ્વીને બચાવી રહ્યા છે
વડોદરાના આર્ટિસ્ટે 500 કિલો વજનનું સ્કલ્પચર બનાવ્યું છે
વડોદરાના આર્ટિસ્ટે 500 કિલો વજનનું સ્કલ્પચર બનાવ્યું છે
મોલમાં આવતા લોકો સેલ્ફી લે છે અને શ્રદ્ધાંજલિ આપે છે
મોલમાં આવતા લોકો સેલ્ફી લે છે અને શ્રદ્ધાંજલિ આપે છે
અન્ય સમાચારો પણ છે...