એન્વાયર્મેન્ટલ સાયન્સ વિભાગના અધ્યાપકનું રિસર્ચ:શહેર અને આસપાસના જરૂરી જળ પ્લાવિત વિસ્તાર વિકાસને કારણે વિલુપ્ત થઈ ગયા છે

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડો.મંથન ટેલર - Divya Bhaskar
ડો.મંથન ટેલર

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ સાયન્સના ડિપાર્ટમેન્ટ ઓફ એન્વાયર્મેન્ટ સ્ટડીઝના ડો. મંથન ટેલરે તળાવ અને નદી કિનારાની આસપાસની વેટલેન્ડ પર વિવિધ ઋતુઓમાં કઈ પ્રકારની વનસ્પતિઓ ઉગે છે અને આ વેટલેન્ડમાં કેટલું કાર્બન સ્ટોર થઈ શકે છે તેના પર સંશોધન કર્યું હતું. જેમાં કેટલાંક જરૂરી જળપ્લાવિત વિસ્તાર વિકાસને કારણે લુપ્ત થયા હોવાનું પણ ફળ્યું હતું.

સંરક્ષણ માટે કાયદા છે, પણ નાના જળ પ્લાવિત વિસ્તારો માટે ઠોસ સંરક્ષણ કાયદા નથી
ડો. મંથન ટેલર એ જણાવ્યું હતું કે, વડોદરાની પાસે આવેલા ટીંબી તળાવ, વડાદલા તળાવ અને ધનોરા તળાવ તેવા લાક્ષણિક તળાવ છે જે અમુક સમય માટે ફક્ત જળપ્લાવિત વિસ્તાર તરીકે રહે છે. આ કાંપમાં એક પ્રક્ષેપણ પ્રમાણે જો એક ટન ઓર્ગેનિક કાર્બન છે છે તેનો મતલબ એ થાય છે કે વાતાવરણમાંથી આશરે 3.667 ટન કાર્બન ડાયોક્સાઇડનો નિકાલ થયો છે. જે વાતાવરણને શુદ્ધ કરવામાં મદદ કરે છે. વડોદરા શહેરની આસપાસ તથા શહેરની અંદર જે આવા તળાવ અને જળ પ્લાવિત વિસ્તાર છે, તેમાંના અમુક પર માનવસર્જિત પ્રેશર કે વિકાસને કારણે ખરાબ અસર થાય છે અને તેમાંના અમુક તળાવ વિલુપ્ત પણ થઈ ગયા છે.

સરકારે પ્રકૃતિના સંરક્ષણ માટે કાયદા બનાવ્યા છે, પણ મોટા ભાગે આવા નાના જળ પ્લાવિત વિસ્તારો માટે ઠોસ સંરક્ષણ કાયદા નથી. એ જાણવું મહતવનું છે કે, જ્યારે આવા જળ પ્લાવિત વિસ્તારમાંથી પાણી નીકળી અને તે ઉજ્જડ જમીન બને ત્યારે તે જમીન માં સ્ટોર કરેલું કાર્બન ત્યાંની કાસમાં બહુ ઝડપી રીતે હવામાનમાં પાછો પહોંચી જવાની સંભાવના છે. તેથી આવા નાના જળ પ્લાવિ વિસ્તારનું પણ મહત્વ છે અને તેના માટે વ્યાજબી સંરક્ષણની વિચારણા કરવામાં આવે તે માનવજાતી અને પર્યાવરણ માટે યોગ્ય હશે.

અન્ય સમાચારો પણ છે...