તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:ESIC દ્વારા મૃત કર્મીના આશ્રિતને પેન્શન અપાશે

વડોદરા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મૃતક સારવારની તારીખે રોજગારમાં હોવો જરૂરી
  • કોવિડ-19 રાહત યોજના જાહેર કરાઈ

કર્મચારી રાજ્ય વિમા નિગમ દ્વારા ઈએસઆઈસી હેઠળ ઈન્સ્યોર્ડ વ્યક્તિઓના આશ્રિત કુટુંબીજનોને માસિક પેન્શન અપાશે. વિભાગ દ્વારા ઈ.એસ.આઈ.સી કોવિડ 19 રાહત યોજના લાગુ કરી છે. કર્મચારી રાજ્ય વિમા નિગમ (ઈ.એસ.આઈ.સી) કચેરીના જણાવ્યા અનુસાર, કોવિડ-19 કારણે મૃત્યુની સંખ્યામાં વધારો થયો છે. જેથી કામદારોના કુટુંબના સભ્યોના મનમાં ભય અને ચિંતાને દુર કરવા માટે વિભાગ દ્વારા ઈ.એસ.આઈ.સી કોવિડ-19 રાહત યોજના ની જાહેરાત કરાઇ છે.

યોજના હેઠળ ઈન્સ્યોર્ડ પર્સનના પરિવારોને ટેકો આપવા માટે નક્કી કરાયું છે કે, બધા આશ્રીત કુટુંબીજનો કે જેઓ ઈન્સ્યોર્ડ પર્સન હેઠળ ઈ.એસ.આઈ.સીના ઓનલાઈન પોર્ટલમાં નોંધાયેલા છે અને જેઓ કોવિડ રોગના કારણે મૃત્યુ પામ્યાં છે, તેમના આશ્રિતો તેમના જીવન દરમિયાન વિમીત વ્યક્તિના સરેરાશ દેનિક વેતનના 90 ટકા માસિક ચુકવણી માટે હકદાર રહેશે.

આ યોજના 24 માર્ચ 2020થી 2 વર્ષના સમયગાળા માટે અસરકારક રહેશે. ઈન્સ્યોર્ડ પર્સન કોવિડ રોગના નિદાનના ઓછામાં ઓછા 3 મહિના પહેલા ઈ.એસ.આઈ.સી.ના ઓનલાઈન પોર્ટલ પર નોંધાયેલા, ઉપરાંત મૃતક કોવિડ રોગની સારવારની તારીખે રોજગારમાં હોવો જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...