યુધ્ધના ધોરણે કામગીરી:કેવડિયાના રેલવે ટ્રેકમાં 9 સ્થળે ધોવાણો થતાં નાળા બની ગયા!

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
એકતાનગર-વડોદરા રેલવે ટ્રેકનું સમારકામ ચાલુ. - Divya Bhaskar
એકતાનગર-વડોદરા રેલવે ટ્રેકનું સમારકામ ચાલુ.
  • વડોદરા- એકતાનગર વચ્ચેનો રેલ વ્યવહાર પુન: શરૂ થાય તે માટે 24 કલાક કામ ચાલુ
  • કામગીરી પૂર્ણ ન થતાં સતત ત્રીજા દિવસે રેલવે વ્યવહાર બંધ રાખવો પડયો

ભારે વરસાદના લીધે કેટલીક જગ્યાએ રેલવે ટ્રેક પાસેની માટી ધોવાઈ જતાં વડોદરા અને એકતાનગર વચ્ચેનો રેલ વ્યવહાર ખોરવાઇ ગયો હતો પણ રેલવે તંત્રે યુધ્ધના ધોરણે કામગીરી હાથ ધરી છે પણ ઘટનાના 72 કલાક બાદ પણ રેલ વ્યવહાર ચાલું થઇ શકયો ન હતો. ચાણોદ અને એકતાનગર વચ્ચે નવ સ્થળોએ ટ્રેકની નીચે અને ટ્રેકની આસપાસ નુકસાન થયું હોવાથી સમારકામમાં વિલંબ થઇ રહ્યો હોવાનું રેલવેના સૂત્રોએ જણાવ્યું છે.

વડોદરા જિલ્લામાં ખાસ કરીને ચાણોદ પંથકમાં ભારે વરસાદ થતાં રેલવે ટ્રેકની નીચેની માટી તેમજ ટ્રેક પાસેના પથરાં પણ હટી ગયા હતા.જેના કારણે વડોદરા અને એકતાનગર વચ્ચેનો રેલ વ્યવહાર હજું સુધી ચાલુ થઇ શકયો નથી. વડોદરા રેલવે ડિવિઝનના પીઆરઓ પ્રદીપ શર્માએ જણાવ્યું હતું કે ‘ વડોદરા-એકતાનગર વચ્ચે 24 કલાક કામ ચાલુ રહ્યું છે. સંબંધિત અધિકારીઓ અને એન્જીનીયરોના નીરીક્ષણ હેઠળ કામ ચાલી રહ્યું છે જેથી કામ વહેલી તકે પુરું કરી શકાય.

રેલવેના સૂત્રોએ જણાવ્યું હતું કે રેલવે ટ્રેકની નીચે કેટલીક જગ્યાએ તો નાળા જેવા ખાડા પડી ગયા હોય તે હદે રેલવે ટ્રેક નીચેથી માટી હટી ગઇ છે એટલે તે પ્રકારનું કામ કરવા માટે રેલ કર્મીઓ ભારે પ્રયાસ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...