આયોજન:જિમ્નાસ્ટિક માટે દિલ્હીથી 7.5 કરોડનાં સાધન લવાયાં

વડોદરા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 30 સપ્ટેમ્બરથી નેશનલ ગેમ્સની શરૂઆત થશે
  • બે દિવસમાં​​​​​​​ સાધનોનું ઇન્સ્ટોલેશન પૂરું થશે

સમા સ્પોર્ટસ કોમ્પલેકસ ખાતે આગામી 30મી સપ્ટેમ્બરથી નેશનલ ગેમ્સની જીમ્નાસ્ટીક સ્પર્ધાનો પ્રારંભ થશે જેના માટે દિલ્હીથી લવાયેલા રૂા.7.5 કરાેડના જીમ્નાસ્ટીકના ઇક્વિપમેન્ટના ઇન્સ્ટોલેસનનું કામ શરૂ કરવામાં આવ્યું છે.જે બે દિવસમાં પુરું થશે.

જીમ્નાસ્ટીકની રમત માટે દશ જેટલા ઇક્વિપમેન્ટનો ઉપયોગ થશે. પુરૂષો માટે ફલોર એકસરસાઈઝ, ટેબલ વોલ્ટ, સ્પેરેલ બાલ, રોમનસીંગ,પોમેલ હોર્સ, હોરીજેન્ટલ બાર અને મહિલા ખેલાડીઓ માટે ફલોર એકસરસાઈઝ, ટેબલ વોલ્ટ, બેલેન્સીંગ બીમ અને અનઇવન બાર્સ ઇવેન્ટનો સમાવેશ થાય છે.

આ બધા ઇક્વિપમેન્ટમાં ફલોર એકસરસાઈઝ માટેની મેટ સૌથી મોંધી છે જેની કિંમત અંદાજે રૂ.46 લાખ છે.આેવર આેલ ઇક્પિમેન્ટની કિંમતનો અંદાજ રૂા.7.5 કરોડનો છે.દિલ્હીથી જીમ્નાસ્ટીકના ઇકિપમેન્ટનો સેટ સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ઇન્ડીયા (સાઈ)એ વડોદરા મોકલ્યો છે.જે સ્પર્ધા પુરી થયા પછી પરત મોકલવાનો રહેશે.

કોચ ચંદ્રકાંત વસાવાએ જણાવ્યું હતું કે ઓલિમ્પિક,એશિયાડ જેવી સ્પર્ધામાં વપરાતાં સાધનોની કક્ષાના વડોદરા લવાયેલા સાધનો છે.જેથી ખેલાડીઓને ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવાની તક મળશે.

અન્ય સમાચારો પણ છે...