તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:વિશ્વામિત્રીના શુદ્ધિકરણમાં પર્યાવરણવિદો મદદ કરશે

વડોદરા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પર્યાવરણવિદ રોહિત પ્રજાપતિ સાથે મેયરે બેઠક કરી
  • જીવસૃષ્ટિને નુકસાન ન થાય તે રીતે કામગીરી કરવા ચર્ચા

નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ ના આદેશનો અમલ કરવા મેયરને પર્યાવરણવિદોએ રજૂઆત કરી હતી અને જરૂરી દસ્તાવેજો પણ પૂરાવા રૂપે રજૂ કર્યા હતાં. પર્યાવરણવિદોએ કોર્પોરેશનને કામગીરીમાં સહકાર આપવા બાંહેધરી આપી હતી. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા વિશ્વામિત્રી નદીનો વાસ્તવિક વિસ્તાર નક્કી કરવા માટે મેપિંગ કરવાનો, કાંઠા વિસ્તારના ગેરકાયદે બાંધકામ દૂર કરવા ચૂકાદો આપ્યા છે. સોમવારે પર્યાવરણવિદ રોહિત પ્રજાપતિ સહિતના સામાજિક કાર્યકરોએ મેયરની મુલાકાત લીધી હતી. તેમણે મેયરને જરૂરી પુરાવા સહિતના દસ્તાવોજો આપ્યા હતા. વિશ્વામિત્રી જ્યાંથી શરૂ થાય છે તે પાવાગઢથી માંડીને વિવિધ વિસ્તારોમાં થઇને છેક પીગલવાડા મળે છે ત્યાં સુધી 178 કિમી સુધી નદીનો અપસ્ટ્રીગ અને ડાઉન સ્ટ્રીમ સર્વે થશે.

આ ટોપોગ્રાફિક સર્વેમાં વિશ્વામિત્રીનો 4775 સ્કવેર કિમી વિસ્તાર અને 2550 સ્કવેર કિમી પૂરનો વિસ્તાર આવરી લેવા માટેની માંગણી કરાઇ છે. જીવસૃષ્ટીને નુકશાન ના થાય તે પ્રકારની કાર્યવાહી કરવા માટે પણ રજૂઆતો કરાઈ છે. ઉલ્લેખનીય છે કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા વિશ્વામિત્રી નદીના વિવિધ મુદે ચૂકાદો આપતાં મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર એક્શનમાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...