ભાસ્કર ઇમ્પેક્ટ:એરપોર્ટ પર એન્ટ્રી ફી અને પાર્કિંગની ઉઘાડી લૂંટ બંધ, 3 મિનિટથી વધુ માટે 500 લેવાતા હતા

વડોદરા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
શહેરના એરપોર્ટ પરથી લેન મેનેજરોને હટાવી દેવાયા હતા. - Divya Bhaskar
શહેરના એરપોર્ટ પરથી લેન મેનેજરોને હટાવી દેવાયા હતા.
  • લેન મેનેજર હટાવાયા, કોમર્શિયલ વાહનોને ફ્રી એન્ટ્રી

વડોદરા એરપોર્ટ ઉપર 1 માર્ચથી આવેલા પાર્કિંગના નવા કોન્ટ્રાક્ટરે ત્રણ મિનિટથી વધારે ગાડી ઉભી રાખનારને રૂા. 500 દંડ અને કોમર્શિયલ વાહનાના ફરજીયાત એન્ટ્રીના 20 રૂપિયા વસૂલવાનું શરૂ કર્યુ હતું. જે અંગે દિવ્ય ભાસ્કરમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલ બાદ એરપોર્ટ સત્તાધીશો સફાળા જાગ્યા હતા.સોમવારે સવારથી જ કોન્ટ્રાક્ટરને લેન્ડ મેનેજર હટાવી લેવા આદેશ કરાયો હતો.જ્યારે કોમર્શિયલ વાહનોને ફ્રી એન્ટ્રી આપવાનું શરૂ કરાયું હતું.

અગાઉ ઇજારો છોડી દેનાર કોન્ટ્રાક્ટર કરતા પણ બમણા રૂપિયા મહિને 3.80 એરપોર્ટને ચૂકવવા સાથે કોન્ટ્રાક્ટ લેનાર કોન્ટ્રાક્ટર દ્વારા મનસ્વી રીતે નાણાં વસૂલવાનું શરૂ કર્યું હતું. એરપોર્ટ સત્તાધીશો દ્વારા સોમવાર સવારથી જ કોન્ટ્રાક્ટરના મનસ્વી ઉઘરાણા બંધ કરાયા હતા.જયારે પરિસરમાં ટર્મિનલ મેનેજર ની ઓફિસ પાસે એરપોર્ટ સત્તાધીશો અને કર્મચારીઓએ પોતાના વાહનો પાર્ક કરવા માટે નાયલોનની દોરી બાંધી અલાયદું પાર્કિંગ બનાવ્યું છે

અન્ય સમાચારો પણ છે...