ધુળેટી દરમિયાન અપ્રિય ઘટના ન બને તે માટે પોલીસે લોખંડી બંદોબસ્તનું આયોજન કર્યું હતું. વિવિધ પોલીસ મથકોના જવાનો ઉપરાંત એસઆરપીની એક કંપની પણ બંદોબસ્તમાં રહેશે. સંવેદનશીલ વિસ્તારોમાં ચાંપતી નજર રહેશે. જામીન છૂટેલા અસામાજિક તત્ત્વો અને માથાભારે શખ્સો પર વિશેષ નજર રખાશે. કમિશનર ડૉ. શમશેર સિંઘે ધુળેટી લોકો શાંતિમય માહોલમાં મનાવી શકે તે માટે જાહેરનામું બહાર પાડ્યું છે.સામાન્ય સંજોગોમાં, હોળી-ધુળેટી ઊજવવા લોકો સોસાયટીઓ, શેરી, જાહેર સ્થળ, મેદાનો અને રસ્તા પર ભેગા થાય છે.
જેથી અસામાજિક તત્વોને કારણે વાહનચાલકો અને રાહદારીને તકલીફ ન પડે તે માટે પોલીસને ચાંપતી નજર રાખવા સૂચના અપાઈ છે. જાહેરનામાનો અમલ 11મી માર્ચ સુધી રહેશે. જો કોઈ વ્યક્તિ રાહદારી પર કાદવ, કલર, કેમિકલ કે ડાઈ મિશ્રિત પાણી નાખતાં પકડાય તો કડક કાર્યવાહી કરવા સૂચના અપાઈ છે.બીજી તરફ વાઘોડિયા, પાદરા, કરજણ, સાવલી, ડભોઇ સહિતના તાલુકામાં જિલ્લા પોલીસે લોખંડી બંદોબસ્તનું આયોજન કર્યું છે. જ્યારે ધુળેટીને લઇ નદીમાં નહાવા પર પ્રતિબંધ સાથે સિંધરોટ, મહી કિનારા ઉપરાંત નારેશ્વર, ફાજલપુર, સિંધરોટ, લાંછનપુર અને શિનોરના દિવેર ખાતે બંદોબસ્ત ગોઠવાયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.