તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

પ્રવેશ પ્રકિયા:સાયન્સમાં પોસ્ટ ગ્રેજ્યુએટની એન્ટ્રન્સ ટેસ્ટ 29મીએ લેવાશે, કેમિસ્ટ્રીમાં 65 બેઠક સામે 1 હજાર જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓનલાઇન એક્ઝામ માટે વિદ્યાર્થીઓને લિંક મોકલી દેવાઈ

સાયન્સ ફેકલ્ટીમાં 29 સપ્ટેમ્બરે પોસ્ટ ગ્રેજ્યુએટ અભ્યાસક્રમની ઓનલાઇન એન્ટ્રન્સ અેક્ઝામ લેવાશે. દરેક વિષયવાર શિક્ષકને કોર્ડિનેટર બનાવાયા છે. કેમિસ્ટ્રીમાં 65 બેઠક સામે 1 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષામાં નોંધાયા છે.મ.સ. યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં એમએસસી માટે 29 તારીખે ઓનલાઈન એન્ટ્રન્સ ટેસ્ટ લેવાશે. જે પહેલાં વિદ્યાર્થીઓ માટે 26 સપ્ટેમ્બરે મોક ટેસ્ટ યોજાશે. 29 તારીખે 3 ફેઝમાં પરીક્ષા યોજાશે. જેમાં સવારે 10 થી 11:30 બોટની, કેમિસ્ટ્રી, જિયોગ્રાફી, જિયોલોજી, મેથેમેટિક્સ, ફિઝિક્સ અને સ્ટેટેસ્ટિક્સની પરીક્ષા યોજાશે.

બપોરે 1થી 2:30 સુધી માઇક્રો બાયોલોજી અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજીની પરીક્ષા યોજાશે. સાંજે 4 થી સાંજે 5:30 સુધી બાયોકેમિસ્ટ્રી, મેડિકલ બાયોટેક્નોલોજી એન્વાયર્ન્મેન્ટલ સાયન્સની પરીક્ષા લેવાાશે. ઓનલાઇન પરીક્ષા માટે વિદ્યાર્થીઓને અગાઉથી લિંક મોકલી દેવાઈ છે. એક કરતાં વધારે પ્રોગ્રામમાં વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવાની હશે, તેમને અલગથી યૂઝર નેમ-પાસવર્ડ અપાશે. વિદ્યાર્થીઓ પરીક્ષાના સમયે જ લોગ ઇન કરી શકશે. કેમિસ્ટ્રીની પરીક્ષા માટે 65 બેઠકોની સામે 1 હજાર વિદ્યાર્થીઓ નોંધાયા છે. તેવી જ રીતે માઇક્રો બાયોલોજીમાં 25 બેઠકો સામે 750 વિદ્યાર્થીઓ, ગણિતમાં 96 બેઠકો સામે 450 વિદ્યાર્થીઓ, ફિઝિક્સમાં 55 બેઠક સામે 450 વિદ્યાર્થીઓ નોંધાયા છે. અન્ય પરીક્ષામાં 150 થી 200 જેટલા વિદ્યાર્થીઓ વિષયવાર નોંધાયા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો