શિક્ષણ:યુિન.માં સાયન્સ ફેકલ્ટીની પ્રવેશ પરીક્ષા મોકૂફ

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મ.સ. યુનિ.માં 3 થી 5 સપ્ટેમ્બર સુધી યોજાનારી સાયન્સની એન્ટ્રન્સ એક્ઝામ મોકૂફ રાખવામાં આવી છે. જેઇઈ-નીટ તથા અન્ય યુનિવર્સિટીમાં બીએસસીની પરીક્ષા પૂરી ન થઇ હોવાથી હાલ પૂરતી પ્રવેશ પરીક્ષા મોકૂફ રખાઈ છે.

બીએસસી એન્વાયર્ન્મેન્ટ સાયન્સ, બીસીએ, સેલ એન્ડ મોલેક્યુલર બાયોલોજીનો એન્ટ્રન્સ ટેસ્ટ પણ હાલ પૂરતો સ્થગિત કરવામાં આવ્યો છે. સપ્ટેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહમાં નીટ-જેઇઈની પરીક્ષા યોજાવાની છે. ધો-12 સાયન્સ પાસ કરનાર વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપનાર છે. આ જ તારીખ દરમિયાન એન્ટ્રન્સ એક્ઝામ હોવાથી તારીખો ક્લેશ થાય તેમ હોવાથી હાલ પૂરતી એન્ટ્રન્સ એક્ઝામ સ્થગિત કરાઇ છે.

15મી સપ્ટેમ્બર બાદ પરીક્ષા લેવાશે
હજુ બીએસસીની પરીક્ષા પૂરી થઈ નથી, જેના પગલે એમએસસીની ઓનલાઇન એન્ટ્રન્સ એક્ઝામ પણ હાલ પૂરતી મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હવે 15 સપ્ટેમ્બર પછી એન્ટ્રન્સ એક્ઝામ લેવામાં આવશે, જેની તારીખોની જાહેરાત સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...