• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Enthusiasm Among Teenagers On The Second Day Of Vaccination In Vadodara City district, The Collector Visited The Vaccination Center And Interacted With The Students.

રસીકરણ અભિયાન:વડોદરા શહેર-જિલ્લામાં વેક્સિનેશનના બીજા દિવસે પણ કિશોરોમાં ઉત્સાહ, કલેક્ટરે રસીકરણ કેન્દ્રની મુલાકાત લઇ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો

વડોદરા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
વડોદરામાં કિશોરોના રસીકરણની કામગીરીને લઇને કલેક્ટર વેક્સિનેસન સેન્ટર પર પહોંચ્યા હતા - Divya Bhaskar
વડોદરામાં કિશોરોના રસીકરણની કામગીરીને લઇને કલેક્ટર વેક્સિનેસન સેન્ટર પર પહોંચ્યા હતા
  • કલેક્ટરે વિદ્યાર્થીઓને પૂછ્યું કે, શું તમે નાસ્તો કરીને રસી મૂકાવા માટે આવ્યો છો ?

વડોદરા જિલ્લાના તરુણોને કોરોના સામે રસીનું કવચ પૂરૂ પાડવા માટે ચાલી રહેલી ઝૂંબેશને વાલીઓ તથા વિદ્યાર્થીઓ તરફથી ઉત્સાહપ્રેરક પ્રતિસાદ મળી રહ્યો છે. રસીકરણ ઝૂંબેશનું સ્થળ પર નિરીક્ષણ કરવા માટે કલેક્ટર આર. બી. બારડે આજે કેટલાક વેક્સિનેશન સેન્ટરની મુલાકાત લીધી હતી. તેમણે જય અંબે વિદ્યાલય અને વેમાલી ગામની મુલાકાત લઇને છાત્રો સાથે સંવાદ પણ સાધ્યો હતો.

કલેક્ટરે વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો
કલેક્ટર આર.બી. બારડ આજે સવારે જ જય અંબે વિદ્યાલયમાં પહોંચી ગયા હતા. જ્યાં તેમણે રસીકરણની કામગીરી કેવી રીતે ચાલી રહી છે ? તેની જાત માહિતી મેળવી હતી. ત્યાં રસી મૂકાવવા માટે આવેલા છાત્રો સાથે સંવાદ પણ સાધ્યો હતો.

રસીકરણ ઝૂંબેશનું સ્થળ પર નિરીક્ષણ કરવા માટે કલેક્ટર આર. બી. બારડે કેટલાક વેક્સિનેશન સેન્ટરની મુલાકાત લીધી હતી
રસીકરણ ઝૂંબેશનું સ્થળ પર નિરીક્ષણ કરવા માટે કલેક્ટર આર. બી. બારડે કેટલાક વેક્સિનેશન સેન્ટરની મુલાકાત લીધી હતી

આરોગ્ય વિભાગની વ્યવસ્થાથી કલેક્ટરે સંતોષ વ્યક્ત કર્યો
કલેક્ટરે વિદ્યાર્થીઓને પૂછ્યું હતું કે, શું તમે નાસ્તો કરીને રસી મૂકાવા માટે આવ્યો છો ? તેના પ્રત્યુત્તરમાં એક છાત્રએ કહ્યું હતું કે, અમને અમારા શિક્ષક તરફથી સૂચના મળી હતી કે, નાસ્તો કરીને આવવું અને સાથે આધાર કાર્ડની નકલ સાથે લાવવી. એટલે અમે નાસ્તો કરીને આવ્યા છીએ. અહીં આરોગ્ય વિભાગ દ્વારા ગોઠવવામાં આવેલી વ્યવસ્થાથી કલેક્ટરે સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે વેમાલી ગામની પણ મુલાકાત લીધી હતી.

ગ્રામ્ય વિસ્તારમાં રોજ 16 હજાર તરૂણોને રસી મૂકવાનો લક્ષ્યાંક
તરુણોને રસીનું કવચ આપવા માટેના અભિયાનના પ્રથમ દિવસે 17, 858 છાત્રોને કોરોના સામેનું રક્ષણ આપવામાં આવ્યું હતું. પ્રતિદિન 16 હજાર તરૂણોને રસી મૂકવાના લક્ષ્યાંક સામે પ્રથમ દિવસે વડોદરા જિલ્લાના આરોગ્ય તંત્ર દ્વારા વધુ તરુણોને રસી મૂકવામાં આવી હતી. આજે મંગળવારે પણ પૂર્વ સર્વે આધારિત શાળાઓમાં વેક્સિનેશન સેશન ગોઠવવામાં આવ્યા છે. એક શાળામાં આઠથી દસ સેશન રાખવામાં આવે છે. એક સેશન દીઠ લઘુતમ 100 તરુણોને રસી મૂકવામાં આવે છે. તેવી માહિતી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. સુરેન્દ્ર જૈને આપી હતી.

કલેક્ટરે વિદ્યાર્થીઓને પૂછ્યું કે, શું તમે નાસ્તો કરીને રસી મૂકાવા માટે આવ્યો છો ?
કલેક્ટરે વિદ્યાર્થીઓને પૂછ્યું કે, શું તમે નાસ્તો કરીને રસી મૂકાવા માટે આવ્યો છો ?

વહીવટી તંત્ર દ્વારા રસીકરણ કામગીરી અંગે સૂચનાઓ અપાઇ
શાળાઓમાં વિદ્યાર્થીઓને તેમના અભ્યાસના ધોરણ મુજબ ક્રમાનુસાર રસી મૂકવામાં આવી રહી છે. સાથે, જિલ્લા શિક્ષણ વિભાગને વહીવટી તંત્ર દ્વારા રસીકરણ કામગીરી અંગે જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...