તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Enthusiasm About Vaccination In Vadodara District, City Youth Go To Rural Areas And Get Vaccinated, Vaccination Has To Be Continued Even After 6 Pm

વેક્સિનેશનને વેગ:વડોદરા જિલ્લામાં રસીકરણને લઇને ઉત્સાહ, શહેરના યુવાનો ગ્રામ્ય વિસ્તારોમાં જઇને રસી લે છે, સાંજે 6 વાગ્યા પછી પણ રસીકરણ ચાલુ રાખવુ પડે છે

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
રસીકરણમાં સરપંચો, પંચાયત સદસ્યો, પદાધિકારીઓ અને સેવાભાવી આગેવાનો તથા પોલીસ તંત્રનો સહયોગ મળ્યો છે - Divya Bhaskar
રસીકરણમાં સરપંચો, પંચાયત સદસ્યો, પદાધિકારીઓ અને સેવાભાવી આગેવાનો તથા પોલીસ તંત્રનો સહયોગ મળ્યો છે
  • રસી લીધા પછી લેવા યોગ્ય તકેદારીની માહિતી આપવામાં આવે છે. જેથી રસી લેનારાઓની સંખ્યા વધી રહી છે

વડોદરા જિલ્લામાં હવે રસીકરણ વેગ પકડી રહ્યું છે, જેમાં પદાધિકારીઓ અને પોલીસ તંત્રનો ઉમદા સહયોગ મળી રહ્યો છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સુરેન્દ્ર જૈને આનંદની લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના રસીકરણ વેગ પકડી રહ્યું છે અને ઘણાં કેન્દ્રો ખાતે સાંજના 6 પછી પણ રસી આપવાનું ચાલુ રાખવું પડે છે.

હર્ડ ઈમ્યુનિટી માટે 80 ટકા લોકો રસી મૂકાવી લે તે જરૂરી છે
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોરોના પ્રતિરોધક હર્ડ ઈમ્યુનિટી કેળવાય તે માટે લગભગ 80 ટકા લોકો રસી મૂકાવી લે તે જરૂરી છે. એ દિશામાં આરોગ્ય તંત્ર સમર્પિત પ્રયાસો કરી રહ્યું છે અને આ કામમાં સરપંચો, પંચાયત સદસ્યો, પદાધિકારીઓ અને સેવાભાવી આગેવાનો તથા પોલીસ તંત્રનો સહયોગ મળતાં અમારો ઉત્સાહ વધ્યો છે.

શહેરના યુવાનો ગામ્ય વિસ્તારમાં જઇને રસી મૂકાવે છે
રસીકરણમાં આવેલા રસપ્રદ વળાંકનો ઉલ્લેખ કરતાં ડો. સુરેન્દ્ર જૈને જણાવ્યું કે,અગાઉ માત્ર વડોદરા શહેરમાં 18 થી 44 વય જૂથના લોકોને રસી આપવામાં આવી રહી હતી, ત્યારે ગ્રામ્ય વિસ્તારના યુવાનોએ ઓનલાઇન નોંધણી કરાવી શહેરી કેન્દ્રો પર રસી લીધી હતી. તેનાથી વિપરીત હવે આ વય જૂથના શહેરી લોકો નજીકના ગ્રામ્ય વિસ્તારના સરકારી દવાખાના માટે ઓનલાઇન નોંધણી કરાવીને રસી મૂકાવી રહ્યાં છે.

રસી લીધા પછી લેવા યોગ્ય તકેદારીની માહિતી આપવામાં આવે છે. જેથી રસી લેનારાઓની સંખ્યા વધી રહી છે
રસી લીધા પછી લેવા યોગ્ય તકેદારીની માહિતી આપવામાં આવે છે. જેથી રસી લેનારાઓની સંખ્યા વધી રહી છે

તમામ સમુદાયોમાં રસી લેવાની જાગૃતિનો સંચાર થયો છે
પહેલા ઔધોગિક એકમો ખાનગી દવાખાનાઓ સાથે સંકલન કરી પૈસા ખર્ચી કામદારોનું રસીકરણ કરાવી રહ્યાં હતાં. હવે અમે તેમને સ્પષ્ટ કર્યું છે કે, જિલ્લા આરોગ્ય તંત્ર તમારા એકમમાં આવી રસી આપવાની સગવડ ન આપી શકે, પરંતુ, તમે એકમની નજીક આવેલા સરકારી રસીકરણ કેન્દ્રમાં કામદારોનો સ્લોટ બુક કરાવો તો નજીકમાં રસી મુકાવી શકાશે. તેનો પ્રોત્સાહક પ્રતિસાદ મળ્યો છે અને તેના પરિણામે સાવલી, વાઘોડિયા, વડોદરા ગ્રામ્યના વિસ્તારોમાં ઔધોગિક કામદારો રસી મૂકાવી રહ્યાં છે. હવે લગભગ તમામ સમુદાયોમાં રસી લેવાની જાગૃતિનો સંચાર થયેલો જણાય છે.

જિલ્લા પોલીસ તંત્રની પ્રોત્સાહક મદદ
વડોદરા શહેરની માફક હવે જિલ્લા પોલીસ તંત્ર પણ રસીકરણને વેગીલું બનાવવામાં સહયોગ આપી રહ્યું છે. ખાસ કરીને શાકભાજીના ફેરિયા, દુકાનદારો જેમના સંપર્કમાં મોટો લોક સમુદાય આવે છે, તેમને પોલીસ તંત્ર દ્વારા નજીકના કેન્દ્રમાં રસી લેવા પ્રોત્સાહિત કરીને જરૂરી મદદ કરવામાં આવી રહી છે.

આરોગ્ય તંત્રની સમજાવટ
ગ્રામીણ વિસ્તારોમાં સરકારી દવાખાનાઓના તબીબો અને આરોગ્ય કર્મચારીઓ બહુધા ગામ લોકોને ઓળખતા હોય છે. એટલે પરસ્પર વર્તન સૌજન્યશીલ રહે છે. જેમને ડર કે, ખચકાટ હોય તેમને યોગ્ય સમજણ આપવામાં આવે છે. રસી સલામત હોવાની સ્પષ્ટતા કરવામાં આવે છે. રસી લીધા પછી લેવા યોગ્ય તકેદારીની માહિતી આપવામાં આવે છે. તેના કારણે પણ રસી લેનારાઓની સંખ્યા વધી રહી છે.

કોરોના પ્રતિરોધક હર્ડ ઈમ્યુનિટી કેળવાય તે માટે લગભગ 80 ટકા લોકો રસી મૂકાવી લે તે જરૂરી છે
કોરોના પ્રતિરોધક હર્ડ ઈમ્યુનિટી કેળવાય તે માટે લગભગ 80 ટકા લોકો રસી મૂકાવી લે તે જરૂરી છે

સરપંચો અને પદાધિકારીઓની સક્રિયતા
ગ્રામ વિસ્તારમાં સરપંચો,પંચાયત સદસ્યો અને પદાધિકારીઓ ખૂબ સક્રિય સહયોગ રસીકરણ વધારવામાં આપી રહ્યાં છે.આ લોકો તડકામાં લોકોને મુશ્કેલી વેઠવી ના પડે તે માટે ઘણી જગ્યાએ સરકારી દવાખાનાની બહાર મંડપ જેવું બાંધી આપે છે. લોકો બેસીને પોતાના વારા ની રાહ જોઈ શકે તે માટે ખુરશીઓ ની વ્યવસ્થા કરી આપે છે. દવાખાનાથી દુર રહેતા હોય તેવા લોકોને વાહનમાં લાવવા અને પરત મૂકવાનું સૌજન્ય દાખવે છે અને ક્યાંક ક્યાંક તો રસી માટે આવેલા લોકોને ચા નાસ્તાની સુવિધા આપ્યાના દાખલા બન્યા છે. આ તમામને લીધે રસી લેનારાઓની સંખ્યા વધી છે. દૈનિક 5 હજારના લક્ષ્યાંકથી પણ વધુ રસીઓ મૂકવામાં આવી રહી છે.

જેમણે રસી લીધી નથી તેઓ સત્વરે રસી લઈ લે તેવો અનુરોધ
કોરોનાથી બચાવનો એક ઉપાય રસી લેવાનો છે. એટલે જેમણે રસી લીધી નથી તેઓ સત્વરે રસી લઈ લે એવો તેમણે અનુરોધ કર્યો છે. 18થી 44 ના વયજૂથમાં ઓનલાઇન નોંધણી કરાવવી જરૂરી છે. જ્યારે 45થી 59 અને તેથી વધુની વય જૂથના લોકો પોતાના આધાર કાર્ડ સાથે આવી રસી લઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...