તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:સ્ટ્રીટલાઇટ બદલનાર સામે ગુનો દાખલ કરો

વડોદરા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સભામાં કોંગી કાર્યકર સામે ભાજપની રજૂઆત
 • કારેલીબાગમાં વધુ વોલ્ટેજની લાઇટ નાખી હતી

કારેલીબાગ વીઆઇપી રોડની સોસાયટીની સ્ટ્રીટલાઇટ કોંગ્રેસના કાર્યકર રોનક પરીખે પોતાના ખર્ચે બદલાવતાં તેના પડઘા દોઢ મહિને સભામાં પડ્યા હતા.

પાલિકાની શુક્રવારની સભામાં પૂર્વ ડે. મેયર યોગેશ પટેલ અને આરોગ્ય સમિતિના અધ્યક્ષ ડૉ. રાજેશ શાહે રજૂઆત કરી હતી કે, ઇલેક્શન વૉર્ડ 3માં સ્ટ્રીટ લાઇટમાંથી 20 વોલ્ટની લાઈટ કાઢી વધુ વોલ્ટેજની લાઈટ નખાઈ હતી અને તે કામ કોંગ્રેસના કાર્યકર રોનક પરીખ (ચમન) કરે છે. આ મામલે અધિકારીઓનું ધ્યાન દોર્યું, છતાં કાર્યવાહી કરી નથી. તેમાં પોલીસ કાર્યવાહી કરાય તે જરૂરી છે. ટોયલેટ તોડી નખાયાં ત્યારે રોનક સામે ગુનો દાખલ કરવા માગ કરી હતી. બીજી તરફ, કોંગ્રેસના ચિરાગ ઝવેરીએ મેયરની સૂચના બાદ પણ લાલબાગ, દિવાળીપુરા અને માંજલપુર અતિથિગૃહને પાઇપ્ડ ગેસ જોડાણ મળ્યું નથી તેવી રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો