માંગ:ઉચ્ચક વેતન મેળવતા ઇજનેરો આંદોલનના મૂડમાં

વડોદરા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાલિકામાં બીજા અને ત્રીજા વર્ગના ઇજનેરોની કાયમી ધોરણે ભરતી કરવા માટે અપાયેલી ખાતરીનું પાલન કરવામાં ન આવતા કરાર આધારિત ઉચ્ચક પગારે ફરજ બજાવતા ઇજનેરોએ આંદોલન પર જવાની તૈયારી બતાવી છે. પાલિકામાં છેલ્લા 12 વર્ષથી કેટલાક ઇજનેરો કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવે છે. પાલિકાના શિડ્યુલમાં ભરતી કરવાનો વારો આવે ત્યારે આવા કરાર આધારિત ફરજ બજાવતા ઇજનેરોને પ્રાથમિકતા આપવી તેવું 2009માં નક્કી થયું હતું.

પરંતુ, કોઈ ને કોઈ કારણોસર આવા ઇજનેરોની કાયમી ધોરણે સમાવવામાં આવી રહ્યા નથી. ચોમાસાની પૂર્વ તૈયારીઓમાં આવા ઇજનેરો જ સ્પોટ પર કામગીરી કરતા હોય છે ત્યારે સાત દિવસમાં જ આ મામલે નીતિ બનાવીને અમલ કરવાની માંગ આવા ઇજનેરો દ્વારા લેખિતમાં કરવામાં આવી છે અને જરૂર પડે આંદોલન કરવાની ચીમકી આપતું આવેદનપત્ર તેઓ દ્વારા મ્યુનિસિપલ કમિશનર તેમજ મેયરને આપવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...