અંધેર તંત્ર:TYની ઇન્ટર્નલના ગુણ ન મોકલાતાં એન્ડ સેમેસ્ટરનું પરિણામ અટવાયું

વડોદરા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • કોમર્સમાં પરીક્ષાના 50 દિવસ થયા છતાં વિલંબ
  • SYના ત્રીજા-ચોથા સેમનું પરિણામ પણ હજુ જાહેર નથી કરાયું

મ.સ. યુનિ.ની ટીવાય બીકોમની ઇન્ટર્નલ પરીક્ષાના માર્ક ન મોકલાતાં વિદ્યાર્થીઓનું પરિણામ અટવાયું હતું. આખરે માર્ક મોકલવાનું શરૂ કરાયું છે. 3 દિવસમાં એન્ડ સેમેસ્ટરનું પરિણામ જાહેર કરાશે. મ.સ.યુનિ.ની કોમર્સ ફેકલ્ટીના ટીવાયમાં પાંચમા સેમેસ્ટરની પરીક્ષા લેવાયાનો 50 દિવસનો સમય થઈ ગયો હોવા છતાં પરિણામો જાહેર કરી શકાયાં નથી. ઓનલાઇન પરીક્ષા લેવાઈ છતાં સમયસર પરિણામ જાહેર કરાયાં નથી. ઇન્ટર્નલ પરીક્ષાના માર્ક હજુ સુધી પરીક્ષા વિભાગને મોકલાયા નથી, જેના પગલે ટીવાય બીકોમની એન્ડ સેમિસ્ટર પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં વિલંબ થઈ રહ્યો છે.

કોમર્સ ફેકલ્ટીના સત્તાધીશોએ જણાવ્યું કે, ઇન્ટર્નલ પરીક્ષાના માર્ક મોકલવાની શરૂઆત કરી દેવાઈ છે. આગામી બે-ત્રણ દિવસમાં એન્ડ સેમિસ્ટરનું પરિણામ પણ જાહેર કરી દેવાશે. આ ઉપરાંત એસવાય બીકોમની ત્રીજા સેમેસ્ટરની પરીક્ષા પૂરી થઈ ગઈ હોવા છતાં પણ હજુ સુધી તેનું પરિણામ જાહેર કરવામાં આવ્યું નથી.

તેવી જ રીતે એસવાય બીકોમના ચોથા સેમેસ્ટરનું પરિણામ પણ જાહેર કરવામાં વિલંબ થઈ રહ્યો છે. છેલ્લાં 2 વર્ષથી ઓનલાઇન મોડથી પરીક્ષા લેવામાં આવી રહી છે છતાં પણ વિદ્યાર્થીઓનાં પરિણામ સમયસર જાહેર કરવામાં વિલંબ થઈ રહ્યો છે, જેના કારણે દર વખતે વિદ્યાર્થીઓ દ્વારા રજૂઆતો કરવાનો વારો આવે છે.

અન્ય સમાચારો પણ છે...