જાળવણીની જવાબદારી:મહારાણીએ 2 તિજોરી આપતાં કહ્યું ઘરેણાં ચોરાશે તો બીજાં બની જશે, દુર્લભ હસ્તપ્રતો લુપ્ત ન થવી જોઇએ

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
હંસા મહેતા લાઈબ્રેરી - Divya Bhaskar
હંસા મહેતા લાઈબ્રેરી
  • બીજા વિશ્વ યુદ્ધ વખતે બોંબ વિસ્ફોટમાં મૂલ્યવાન હસ્તપ્રતો નષ્ટ ન થાય તે માટે મહારાણી ચીમણાબાઇ વહારે આવ્યાં

ઐતિહાસિક હસ્તપ્રતોની જાળવણી થઇ શકે એ માટે મહારાજા સયાજીરાવે ઓરિએન્ટલ ઇન્સ્ટિટયૂટ શરૂ કરાવવા જાતે પ્રયાસ હાથ ધર્યા હતાં. વિશ્વયુદ્ધ વખતે હસ્તપ્રતોને સુરક્ષિત રાખવા માટે મહારાણી ચીમણાબાઇએ મહારાજાએ લંડનથી મંગાવેલી ફાયરપ્રૂફ 2 તિજોરીઓ આપી હતી. આ તિજોરીઓ 9 દાયકા પછી આજે પણ હંસા મહેતા લાઈબ્રેરીમાં ઉપલબ્ધ છે.

ઓરિએન્ટલ ઇન્સ્ટિટયૂટના ડાયરેકટર ડો.શ્વેતા પ્રજાપતિએ જણાવ્યું હતું કે, ઇ.સ.1893થી મહારાજાએ ઓરિએન્ટલ ઇન્સ્ટિટયૂટ સ્થાપવા માટે પ્રયત્નો શરૂ કર્યા હતાં. વડોદરા સ્ટેટના અધિકારીઓને ગુજરાત સહિત દેશભરમાં હસ્તપ્રતો શોધવા મોકલ્યા હતાં. વિશ્વયુદ્ધ વખતે થતા બોમ્બ ધડાકામાં હસ્તપ્રતો નષ્ટ ન થઇ જાય એ માટે મહારાણી ચીમણાબાઇએ સયાજીરાવને કહ્યું હતું કે ઘરેણાં તો બીજા બની જશે પરંતુ હસ્તપ્રતો નષ્ટ થઇ જશે તો આવનારી પેઢીને ખૂબ મોટું નુકસાન થશે. જેથી મહારાણીએ ફાયરપ્રૂફ 2 તિજોરી આપી હતી.

તિજોરી બળદગાડા પર યુનિ.માં લવાઇ હતી
1950માં જયારે ક્રેન કે અન્ય કોઇ વ્યવસ્થા ન હતી ત્યારે આશરે 100 ટન વજન ધરાવતી તિજોરીઓને બળદગાડા પર મૂકીને યુનિવર્સિટીની હાલની હંસા મહેતા લાઇબ્રેરીના નીચેના ફલોર પર મૂકવામાં આવી હતી. 1993માં જયારે ઓરિએન્ટલ ઇન્સ્ટિટયૂટ માટે કિર્તીસ્તંભ ખાતે બિલ્ડિંગ મળ્યું ત્યારે તિજોરીમાંથી હસ્તપ્રતો કાઢીને ઓરિએન્ટલ ઇન્સ્ટિટયૂટ ખાતે લઇ જઇને જાળવણી કરવામાં આવી રહી છે. હસ્તપ્રતોની યોગ્ય જાળવણી થઇ શકે એ માટે મહારાજાએ 20 તિજોરી લંડનથી મંગાવી હતી, જે આજે પણ છે.

ચાવી ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટ પાસે અને તિજોરી હંસા મહેતા લાઇબ્રેરીમાં મૂકેલી છે
ફાયરપ્રૂફ તિજોરીની ચાવી ઓરિએન્ટલ ઇન્સ્ટિટયુટ પાસે છે જયારે તિજોરી હંસા મહેતા લાઇબ્રેરીમાં છે. આ તિજોરીઓ હસ્તપ્રતોની જાળવણી માટે જરૂરી છે પરંતુ તેને ખસેડી શકાય તેમ ન હોવાનું કારણ બતાવાય છે. ઇન્સ્ટિટયૂટના સત્તાધીશોએ તિજોરી સંસ્થામાં પરત લેવા રજૂઆતો કરી પણ કોઇ કાર્યવાહી થઇ નથી.

કઇ દુર્લભ હસ્તપ્રતો સચવાયેલી છે

  • સચિત્ર
  • સાૈંદર્ય લહેરી
  • રાગમાલા
  • દશઅવતાર
  • ગુજરાતી રામાયણ
  • અયોધ્યા માહાત્મય
  • ગંજીફા
  • લૈલા મજનુ

}કાવડ

અન્ય સમાચારો પણ છે...