પોલ ખુલી:પાલિકાની કચેરીમાં કર્મીઓ ઊંઘતા-ગેમ રમતાં ઝડપાયા,  સ્થાયી અધ્યક્ષનું ઓચિંતુ ચેકિંગ

વડોદરા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કેટલાક વિભાગમાં સ્ટાફ હોવા છતાં લાઇટ-પંખા અને એસી ચાલુ હાલતમાં જણાયા

સામાન્ય રીતે સરકારી કચેરીઓમાં કર્મચારીઓ માત્ર ટાઇમપાસ કરતા હોવાની પણ અનેક ફરિયાદો મળતી રહે છે. તેવામાં પાલિકાની વડી કચેરીમાં ઓચિંતી ચેકીંગ કરવા નીકળેલા સ્થાયી સમિતિના ચેરમેન ઊંઘતા અને મોબાઇલમાં ગેમ રમતા કર્મચારીઓને જોઈ ચોકી ઉઠ્યા હતા. સરકારી કચેરીઓમાં સરકારી બાબુઓ કામ નહિ કરતા હોવાની અનેક ફરિયાદો ઉઠતી રહે છે. તદુપરાંત અન્ય કચેરીઓમાં સ્ટાફ નહીં હોવા છતાં લાઈટ અને પંખા તેમજ એસી ચલાવી વીજળીનો વેડફાટ કરવામાં આવતો હોવાના અનેક બનાવો સામે આવ્યા છે. ત્યારે બુધવારે પાલિકાની વડી કચેરીમાં ચેકીંગ કરવા ગયેલા સ્ટેન્ડિંગ ચેરમેન ડો. હિતેન્દ્ર પટેલ ચોકી ઉઠ્યા હતા.

અલગ અલગ વિભાગમાં કેટલાક કર્મચારીઓ ઊંઘતા નજરે પડ્યા હતા. જયારે કેટલાક વિભાગમાં કર્મચારીઓ મોબાઈલ ફોનમાં ગેમ રમતા હતા. તદુપરાંત કેટલીક ઓફિસોમા કર્મચારીઓ ટેબલ પર પગ મૂકીને બેઠેલા નજરે પડ્યા હતા. કેટલીક ઓફિસમાં કર્મચારીઓ ન હોવા છતાં લાઇટ, પંખા તેમજ એ.સી પણ ચાલુ હાલતમાં જણાયા હતા.

ડો. હિતેન્દ્ર પટેલે બેદરકારી બદલ કર્મચારીઓને ટકોર કરી હતી. સ્થાયી સમિતિના અધ્યક્ષના જણાવ્યાનુસાર, કચેરીમાં કર્મચારીઓને અગવડતા પડે છે કે કેમ તેની ચકાસણી કરવા માટે મુલાકાત લીધી હતી. જેમાં અનેક સ્થળોએ સફાઇના અભાવે ગંદકી થયેલી જોવા મળતા નિયમિત સફાઇ કરવા માટે અધિકારીઓને ટકોર કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...