કોરોના વડોદરા LIVE:કોરોનાએ ફરી ઉથલો માર્યો, બે દિવસમાં 19 કેસ નોંધાયા, એક્ટિવ કેસનો આંક વધીને 36 થયો

વડોદરા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • હાલમાં શહેરમાં 44 લોકો ક્વોરન્ટીન છે

વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર-જિલ્લામાં છેલ્લા બે દિવસમાં નવા 19 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ પશ્વિમ વિસ્તારમાં જ 13 કેસ નોંધાયા છે. કોરોનાના કેસની કુલ સંખ્યા 1,34,039 પર પહોંચી ગઇ છે. વધુ 4 દર્દીને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં કુલ 1,33,246 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક 757 પર પહોંચ્યો છે.

એક પણ દર્દી દાખલ નહીં
વડોદરા શહેર અને જિલ્લામાં એક્ટિવ દર્દીઓની સંખ્યાવધીને 36 થઈ છે. હાલમાં હોસ્પિટલોમાં એકપણ દર્દી દાખલ નથી. હાલમાં શહેરમાં 44 લોકો ક્વોરન્ટીન છે.

આ વિસ્તારોમાં નવા કેસો નોંધાયા
વડોદરામાં છેલ્લા 24 કલાકમાં અકોટા, ગોરવા, છાણી, તરસાલી અને ભાયલી વિસ્તારમાં નવા પોઝિટિવ કેસ નોંધાયા છે.

શહેરમાં ઝોન પ્રમાણે કેસ
વડોદરામાં છેલ્લા 36 કલાકમાં ઝોન પ્રમાણે નોંધાયેલા કેસ તરફ નજર કરીએ તો પશ્ચિમ ઝોનમાં કોરોનાના 7 અને ઉત્તર ઝોનમાં 1, દક્ષિણ ઝોનમાં 1 અને ગ્રામ્ય વિસ્તારમાં 2 કેસ નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...