તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:મેડિકલ ઈન્સ્ટ્રુમેન્ટ, ઓક્સિજન પ્લાન્ટ માટે ઈએમઈ મદદ કરશે

વડોદરા11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ઈએમઇ સ્કુલના કમાન્ડન્ટ સાથે કલેક્ટરની બેઠક

કોરોના મહામારીમાં હોસ્પિટલોમાં ઉપલબ્ધ મેડિકલ સાધનોના મેઈનટેનન્સ, રીપેરીંગ તેમજ ઈન્સ્ટોલેશન માટે આર્મીના જવાનો મદદે આવ્યાં છે. કલેક્ટર સાથે શહેરની આર્મી ઈએમઇ સ્કુલના કમાન્ડન્ટ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઈએમઈની હેવી એન્જિનીયરીંગ યુનીટની એક્ષપર્ટ ટીમ મેડિકલ ઈન્સ્ટ્રુમેન્ટ, ઓક્સિજન પ્લાન્ટને ઉભા કરવામાં મદદ કરશે.

જિલ્લા કલેક્ટર શાલીની અગ્રવાલના જણાવ્યા અનુસાર, ઈએમઈ પાસે મેડિકલ ઈન્સ્ટ્રુમેન્ટને ઈન્સ્ટોલ કરવા, મેઈનટેનન્સ અથવા તેને રીપેર કરવા માટે હેવી એન્જિનિયીરીંગ યુનીટ જેમાં એક્ષપર્ટની ટીમ છે. મેડિકલ ઈન્સ્ટ્રુમેન્ટસમાં હાલ કોરોનાની સારવાર માટે ઉપયોગમાં લેવાતા વેન્ટિલેટર,ઓક્સીજન મશીન વિગેરેનો સમાવેશ થાય છે. ઓક્સીજનના સપ્લાય માટે ટેન્કર,પીએસએ પ્લાન્ટ,તેમજ ઓક્સીજન પ્લાન્ટ ઉભા કરવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ ઈએમઈ પાસે ઉપલબ્ધ છે.​​​​​​​કલેક્ટરે વધુમાં જણાવ્યું કે,આગામી સમયમાં વડોદરામાં ઓક્સીજન પ્લાન્ટ ઉભા કરવામાં આવશે.

​​​​​​​તેમાં પણ કોઈ ખરાબી આવી અથવા મેઈનટેનન્સનો પ્રશ્ન આવ્યો તો ઈએમઈના એક્ષપર્ટની ટીમ મદદે આવશે. કલેક્ટર કચેરી ખાતે ઈએમઈના કમાન્ડન્ટ અને કલેક્ટર વચ્ચે યોજાયેલી બેઠકમાં કમાન્ડન્ટે તેમની હેવી એન્જિનિયરીંગ ફેકલ્ટી દ્વારા તમામ મદદ પુરી પાડવા માટે બાંહેધરી આપી છે. આ ઉપરાંત કોવિડ મહામારીને લગતી કોઈ પણ મદદ જોઈએ તે ઈએમઈ પુરી પાડશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો