તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉચાપત:ICICI બેંકનાં 12 ATMમાં રૂ.6.61 લાખ ન ભરી 2 શખ્સ દ્વારા ઉચાપત

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 6.66 કરોડ ATM માટે અપાયા બાદ ઓડિટમાં ભાંડો ફૂટ્યો

ચકલી સર્કલ પાસેની આઈસીઆઈસીઆઈ બેંકમાંથી 29 જૂન, 3-4 અને 5 જુલાઈએ 6.66 કરોડ 12 એટીએમમાં ભરવા આપ્યા હતા, જેમાંથી રૂા.6.61 લાખ ન ભરી ઉચાપત કરનાર કંપનીના 2 એટીએમ ઓપરેટરો વિરુદ્ધ ગોત્રી પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો ગુનો દાખલ કરાયો છે. અમદાવાદ ઉસ્માનપુરા સ્થિત સિક્યોર વેલ્યુ ઈન્ડિયા લિમિટેડની શાખાના ડેપ્યુટી મેનેજર કમલેશ દુધાજી ઠાકોરે (રહે.ગણેશ એપાર્ટમેન્ટ, વેજલપુર, અમદાવાદ)ની ફરિયાદ ્સિક્યોર વેલ્યુ ઈન્ડિયા લિ.ને એજીએસ કંપની તરફથી 29 જૂન,2020ના રોજ આઈસીઆઈસીઆઈ બેંકમાંથી 1.56 કરોડ એટીએમમાં ઈન્સ્ટોલ કરવા જણાવાયું હતું. જેથી નરેન્દ્ર અને મેહુલે બેંકની ચકલી સર્કલ શાખામાંથી નાણાં મેળવી એટીએમમાં જમા કરાવ્યાં હતાં. ઓડિટમાં એક એટીએમમાં શોર્ટેજ આવી હતી.

જેથી કંપનીના મેનેજરે નરેન્દ્ર - મેહુલને અમદાવાદ બોલાવતાં બંનેએ ઉચાપત કર્યાનું લેખિતમાં કબૂલ્યું હતું.એમ સ્ૂત્રોએ ઉમેર્યું હતું.મિતેષ શાહને રોજ એજીએસ કંપની તરફથી વિવિધ બેંકમાંથી નાણાં મેળવી એટીએમમાં ઈન્સ્ટોલ કરવાનું લિસ્ટ મળતું હતું. જેથી મિતેષ નરેન્દ્ર અને મેહુલને લિસ્ટ આપી બેંકોમાંથી પૈસા મેળવી એટીએમમાં ઈન્સ્ટોલ કરતા હતા. આ પૈસા ઈન્સ્ટોલ કરવા સિક્યોર વેલ્યુ ઈન્ડિયા લિ. તરફથી તેમને એટીએમની ચાવી અપાઈ હતી. જેનાથી લોક ખોલી નરેન્દ્ર અને મેહુલને જુદા-જુદા પાસવર્ડ નાખવાના હોય છે, પછી એટીએમનું લોક ખૂલતાં પૈસા ઈન્સ્ટોલ કરી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...