તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવો વિકલ્પ:શહેરના તબીબ, બિઝનેસમેન સહિત 11 લોકો આપમાં જોડાયા

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવા વિકલ્પના ભાગરૂપે આમ આદમી પાર્ટીને પસંદ કરી

2022ની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સોમવારે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. કેજરીવાલે ગુજરાતીમાં પોસ્ટ કરીને કહ્યું કે, હવે બદલાશે ગુજરાત, હું કાલે ગુજરાત આવી રહ્યો છું. આ મુલાકાતના એક દિવસ પહેલાં 5 ડોક્ટર, 3 બિઝનેસમેન અને પૂર્વ સરપંચ આપમાં જોડાયા હતા.

ભાયલીના પૂર્વ સરપંચ દર્પણ પટેલે જણાવ્યું કે, રવિવારે મધ્ય ગુજરાત સંગઠન મંત્રી પ્રો.અર્જુન રાઠવા અને વડોદરા શહેર પ્રમુખ પ્રતિમાબેન વ્યાસ પટેલ, મધ્ય ઝોન સહ સંગઠન મંત્રી વિરેન રામી, મધ્ય ઝોન મહામંત્રી મયંક શર્મા અને બીજા પદાધિકારીઓની ઉપસ્થિતિમાં વડોદરાના ડોક્ટર્સ અને બિઝનેસમેન સહિત 11 લોકો આપ પાર્ટીમાં જોડાયા છે. જે પૈકી કોઈ પણ વ્યક્તિ બીજી પાર્ટી સાથે જોડાયેલા નથી. નવા વિકલ્પના ભાગરૂપે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.

આપમાં જોડાયેલામાં ડો. પૃથ્વીરાજસિંહ પુવાર, ડો. વિશાલ સોલંકી, ડો. વિનય બારોટ, ડો. ચેતન પરમાર, બિઝનેસમેન સન્નીસિંઘ તોમર, ડો. ભરત પરમાર, પૂર્વ સરપંચ દર્પણ પટેલ, ગવર્ન્મેન્ટ કોન્ટ્રાક્ટર વિશાલ પટેલ, દિપક સપ્રે, બિઝનેસમેન ભદ્રેશ ભટ્ટ, એડવોકેટ, સોનલ મકવાણા, બિઝનેસવુમનનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...