તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કસોટી શરૂ:પ્રાથમિક શાળાના શિક્ષકોને હવે 8 કલાક હાજર રહેવાનો આદેશ

વડોદરા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શિક્ષણ સજ્જતા સર્વેક્ષણનો બહિષ્કાર કરનારાની કસોટી શરૂ
  • જિલ્લાની 1050 શાળાના 5 હજાર શિક્ષકો મંગળવારથી 8 કલાક ફરજ બજાવશે, શિક્ષણ સમિતિમાં હજુ જાહેરાત કરાઇ નથી

શિક્ષણ સજ્જતા સર્વેક્ષણનો બહિષ્કાર કરનારા શિક્ષકોની કસોટી શરૂ થશે. સરકારે પ્રાથમિક શાળાના શિક્ષકોને હવે શાળામાં 8 કલાક હાજર રહેવાનો આદેશ કર્યો છે. જિલ્લાની 1050 શાળાના 5 હજાર શિક્ષકો મંગળવારથી 8 કલાક ફરજ બજાવશે. જોકે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં હજુ જાહેરાત કરાઇ નથી. રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ 2009ની જોગવાઇઓને ધ્યાને લઇ પ્રાથમિક શાળામાં તૈયારી માટે તથા આનુષાંગિક કામગીરી સહિતના શિક્ષક દીઠ અઠવાડિયાના 45 કલાકની કામગીરી કરવાની રહેશે.

એટલે કે દિવસની શાળાઓમાં સોમવારથી શુુક્રવાર 8 કલાક અને શનિવારના રોજ 5 કલાકની કામગીરી કરવાની રહેશે. આ માટે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તેમના તાબાની સ્કૂલોમાં પરિપત્ર કરી શિક્ષકોને સ્કૂલમાં 8 કલાક કામગીરી કરવા માટે આદેશ કર્યો છે. જોકે હજુ રાજ્યના અમુક જિલ્લામાં જ આ પ્રકારનો આદેશ કરવામાં આવ્યો છે. વડોદરામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા હજુ સુધી પરિપત્ર કરવામાં આવ્યો ન હોવાનું જાણવા મળ્યું છે. ટૂંક સમયમાં પરિપત્ર કરવામાં આવશે.

સ્કૂલોમાં એકસૂત્રતા જળવાઇ તે માટે સોમવારથી શુક્રવાર સુધી શિક્ષકો માટે શાળાનો સમય સવારના 10 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીનો રહેશે. જ્યારે આ જ દિવસોમાં વિદ્યાર્થીઓ માટે શાળાના સમય 11 થી 5 વાગ્યા સુધીનો રહેશે. શિક્ષકો માટે શનિવારે 7 વાગ્યાથી 12 વાગ્યા સુધીનો સમય રહેશે, જ્યારે વિદ્યાર્થીઓ માટે સવારે 7.30 થી 11.30 વાગ્યા સુધીનો સમય રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષક સજ્જતા સર્વેક્ષણની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા બહિષ્કાર કરવામાં આવ્યો હતો. આ મુદ્દે આગામી દિવસોમાં શિક્ષક સંઘો એક જૂટ થઇને આંદોલન કરે તેવી શક્યતાઓ છે.

અન્ય સમાચારો પણ છે...