બેઠક:એપેક્ષના એજન્ડામાં ચૂંટણીનો ઉલ્લેખ જ કરવામાં ના આવ્યો

વડોદરા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બીસીએની ચૂંટણીની તારીખ લંબાવવામાં આવે તેવી સંભાવના
  • બીસીએની એજીએમ થયાને ત્રણ વર્ષ થવા છતાં એજન્ડામાં નહીં

ગુજરાત સહિત દેશના અન્ય ક્રિકેટ એસોસીયેશનોના સતાધીશોની ચૂંટણી થઇ ચુકી છે છતાં બીસીએ દ્વારા ચૂંટણી લંબાવવાના ઇરાદે ગુરૂવારે યોજાનાર બીસીએની એપેક્ષ કમિટિની બેઠકના એજન્ડામાં એજીએમ કે ચૂંટણીનો કોઈ ઉલ્લેખ નહી કરાતાં બીસીએના સભ્યોમાં અચરજ વ્યાપ્યું છે. બીસીએના સૂત્રોએ જણાવ્યું હતું કે ‘ગુરૂવારે બીસીએની એપેક્ષ કમિટિની બેઠક મળનાર છે જેના માટે એપેક્ષ સભ્યોને મોકલાવાયેલા એજન્ડાની નકલમાં ખર્ચની વિગતો દર્શાવાઈ છે, જેના પર ચર્ચા થશે. એજન્ડામાં એજીએમ કે ચૂંટણીનો કોઈ ઉલ્લેખ કરાયો નથી જેના પગલે બીસીએના સભ્યોમાં હલચલ મચી ગઇ છે.

બીસીએના એક અગ્રણીએ જણાવ્યું હતું કે ‘ઘણી વાર એજન્ડામાં હોય તે વાત જ બેઠકમાં ચર્ચાય તે જરૂરી નથી પણ છેલ્લા ઘડીએ ટેબલ એજન્ડા તરીકે પણ એજીએમ કે ચૂંટણીનો મુદો લઇ શકાય છે. કહેવાય છે કે ડો.દર્શન બેંકર અને ધારાશાસ્ત્રી કૌશીક ભટ્ટની લાભપાંચમના દિવસે થયેલી મહત્વની બેઠક બાદ બીસીએના વિવિધ જૂથોના સમીકરણો બદલાયા છે. ત્યારે ચૂંટણી લંબાવાય તેવી શક્યતા છે. અત્રે ઉલેખનીય છે કે ‘ગુજરાત ક્રિકેટ એસોસીયેશન, મુંબઇ ક્રિકેટ એસોસીયેશનની ચૂંટણી થઇ ચુકી છે. મધ્યપ્રદેશમાં આગામી 10 ડિસેમ્બરના રોજ ચૂંટણી યોજાવાની છે.

ત્યારે બીસીએની ચૂંટણીનો વિલંબ કોઈક જૂથ માટે ફાયદાકારક અને કોઈક જૂથ માટે નુકશાન કરે તેવી સંભાવના છે. કારણ કે બીસીએની એજીએમ થયાને ત્રણ વર્ષ થઇ ચુકયા છે ત્યારે બીસીએના સભ્યો ચૂંટણીની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. જો કે, ચૂંટણી જાહેર નથી થઇ તે પહેલા વિવિધ જુથોની ઉમેદવારોના નામોની ચર્ચાઓ શરૂ થઇ છે.આ વખતે સૌથી મોટી સમસ્યાએ છે કે, રોયલ અને રિવાઇવલ જુથમાંથી નીચેના તબક્કામાં ચૂંટણી લડેલા અને જીતી ગયેલા ઉમેદવારો ઉપરના લેવલની ચૂંટણીની ટીકીટ માટે થનગની રહ્યાં છે. એેપેક્ષ કમિટીની પાંચ સભ્યોની ટીકીટ માટે બન્ને જુથોએ નામોની વિચારણા શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...