ચૂંટણી:વડોદરા વકીલ મંડળની ચૂંટણી 17 ડિસેમ્બરે થશે

વડોદરા18 દિવસ પહેલા
  • કૉપી લિંક

વડોદરા વકીલ મંડળની ચૂંટણી તા.17 ડિસેમ્બરના રોજ કોર્ટ સંકુલમાં યોજાવાની છે ત્યારે ચૂંટણી અંગેનું જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. મુખ્ય ચૂંટણી અધિકારી અતુલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, તા.17 ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે અને ત્યાર બાદ તે જ દિવસે સાંજે મત ગણતરી યોજાશે. તા.2 થી તા.9 ડિસેમ્બર સુધી ચૂંટણી લડવા માંગતા ઉમેદવારો ફોર્મ ભરી શકશે, તા.9 ડિસેમ્બરના રોજ ફોર્મની ચકાસણી થશે. ફોર્મ પરત ખેંચવાની તારીખ 10 ડિસેમ્બર રહેશે. ફાઇનલ મતદાર યાદી તા.2 ડિસેમ્બરના જાહેર થશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ચૂંટણીમાં પ્રમુખ, ઉપપ્રમુખ, જનરલ સેક્રેટરી, જોઇન્ટ સેક્રેટરી, ટ્રેઝરર અને લાઇબ્રેરી સેક્રેટરીની એક એક પોસ્ટ છે જ્યારે મેનેજિંગ કમિટીની દસ દસ અને મેનેજિંગ કમિટીની (મહિલા રિઝર્વ) બે બેઠક રહેશે. નોમિનેશન ફીમાં પ્રમુખ માટે રૂા.15 હજાર, ઉપપ્રમુખ માટે રૂા.10 હજાર, ટ્રેઝરર અને સેક્રેટરીની પોસ્ટ માટે રૂા.7 હજારની ફી રહેશે. મેનેજિંગ કમીટીની ચૂંટણી લડવા માંગતા ઉમેદવારો માટે નોમીનેશન ફી રૂા.3 હજાર રહેશે.

અન્ય સમાચારો પણ છે...