તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકારણ ગરમાયું:શિક્ષણ સમિતિના સભ્યોની 6 ઓગસ્ટે ચૂંટણી: 12 બેઠક માટે ભાજપમાં 60 દાવેદાર

વડોદરા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોર્પોરેટરની ગાડી ચૂકેલા માટે છેલ્લી તક
  • 23 જુલાઇથી ઉમેદવારીપત્રોનું વિતરણ શરૂ

પાલિકાની ટિકિટમાં કપાયેલા લોકો માટે અંતિમ તક એવી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 12 બેઠક માટે મેયરે ચૂંટણી જાહેર કરી છે. 6 ઓગસ્ટે યોજાનારી ચૂંટણી માટે 23મીથી ફોર્મ વિતરણ શરૂ કરવામાં આવશે. ખાસ કરીને ભાજપમાં 12 બેઠક માટે 60 દાવેદારો છે ત્યારે તેને શોર્ટ લિસ્ટ કરતાં મોવડીમંડળને નાકે દમ આવી જશે તે નક્કી છે.

પાલિકાની યોજાયેલી ચૂંટણીમાં ટિકિટ ન મેળવી શકનારાને શાંત પાડવા માટે જે તે સમયે ભાજપ મોવડીમંડળે શિક્ષણ સમિતિની લોલીપોપ આપી હતી. આ સંજોગોમાં મેયર કેયુર રોકડિયાએ 6 ઓગસ્ટના રોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 12 સભ્યો માટે સત્તાવાર રીતે ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જેમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે 1 બેઠક મેટ્રિક કે બીજા વર્ષની ટ્રેનિંગ સર્ટિફિકેટની પરીક્ષા પાસ કરી હોય કે તેની સમકક્ષ લાયકાતો માટે 3 બેઠક અને 8 બેઠકો સામાન્ય માટે અનામત રહેશે.

આ ચૂંટણીમાં ઉમેદવારી કરવા ઇચ્છુકને પાલિકાના કોર્પોરેટરનો ટેકો હોવો જરૂરી છે, કારણ કે મતદારો એ કોર્પોરેટર જ રહેશે . પાલિકામાં ભાજપના 69 અને કોંગ્રેસના 7 કોર્પોરેટર છે. આ ચૂંટણીમાં ઉમેદવારી કરવા ઈચ્છુકે 23મીના રોજ બપોરે 12થી 3 વાગ્યા સુધી ઉમેદવારીપત્ર લેવાનાં રહેશે અને આ ઉમેદવારીપત્રોની તપાસણી 30 જુલાઈએ થશે અને મતદાન બાદ 6 ઓગસ્ટે બપોરે 3-30 વાગ્યે મત ગણતરી થશે.

સરકારમાંથી નિયુક્ત થવા ચડસાચડસી
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં સભ્ય બળ 15 નું હોય છે અને તેમાંથી ત્રણ નામો સરકારમાંથી આવતા હોય છે.આ પૈકી 12ની ચૂંટણી પાલિકાના કોર્પોરેટરો કરશે પણ ત્રણ નામો સરકારમાંથી આવતા હોય છે. આ ત્રણ નામ માટે અત્યારથી જ ભાજપમાં હરીફાઈ શરૂ થઈ ગઈ છે અને ગાંધીનગર અને દિલ્હી સુધી છેડા અડાડવા માટે દોડધામ શરૂ થઈ હોવાની વિગત પ્રકાશમાં આવી છે.અત્રે ઉલ્લેખનીય છે કે,શિક્ષણ સમિતિના અઢી -અઢી વર્ષના બંને ટર્મના અધ્યક્ષ સરકારે મોકલેલા 3 નામો પૈકી ના 2 હતા.

અન્ય સમાચારો પણ છે...