અકસ્માત:વૃદ્ધને ટુ વ્હીલર ચાલકે માંડવી રોડ પર અડફેટે લેતા મોત

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મુંબઇથી પૂનમ ભરવા આવેલા વૃદ્ધ મોર્નિંગ વોક પર હતા, ટુવ્હીલર ચાલક અથાડી ફરાર

મુંબઈ થી પૂનમ ભરવા વડોદરા આવેલા વૃદ્ધને ગુરુવારે સવારે મોર્નિંગ વોક દરમિયાન એમજી રોડ ઉપર અજાણ્યા ટુ વ્હીલર ચાલાકે અડફેટે લેતા ગંભીર રીતે ઘવાયેલા વૃદ્ધનું સારવાર મળે તે પહેલાં જ મોત નીપજ્યું હતું. બનાવ અંગે સીટી પોલીસે મૃતકના ભત્રીજાની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.સમગ્ર ઘટના અંગે પોલીસ દ્વારા જાણવા મળ્યા મુજબ શહેરના નરસિંહની પોળ જગદીશ ફરસાણની સામે રહેતા અને હાલ મુંબઈ સ્થાયી થયેલા 69 વર્ષીય કૃષ્ણકાંત ચંદુલાલ શાહ પૂનમ ભરવા માટે ખંભાત જાય છે.

તેઓ પૂનમ ભરવા બુધવારે વડોદરા પોતાના ઘરે નરસિંહજીની પોળ ખાતે આવ્યા હતા. ગુરુવારે સવારે તેઓ 5:30 વાગ્યાના અરસામાં મોર્નિંગ વોક માટે એમ.જી રોડ લેરીપુરા તરફ જઈ રહ્યા હતા ત્યારે અજાણા ટુ વ્હીલર ચાલકે તેમને અડફેટે લેતા તેઓ ગંભીર રીતે ઘવાયા હતા. સારવાર માટે તેમને 108 એમ્બ્યુલન્સ દ્વારા દવાખાને લઈ જવા માટે પ્રયાસ કરતા 108ના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. હિટ એન્ડ રનના બનાવ અંગે સીટી પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ચેતન શાહની ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...