તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બ્લેકમેઇલિંગ:વડોદરાના વયોવૃદ્વ વકીલે મહિલાનો બિભત્સ વીડિયો વાઇરલ કર્યો; વીડિયો કોલમાં કપડાં ઉતારવા દબાણ કરી રેકોર્ડિંગ કરી લીધું

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • વકીલની પત્નીના મોબાઇલ પરથી મહિલાના પતિને વીડિયો મોકલ્યો હતો

વૃદ્ધ વકીલના વાયરલ થયેલા વિડીયો પ્રકરણમાં નવો વળાંક આવ્યો છે. વૃદ્ધ વકીલે મહિલાને ધમકી આપી, વિડીયો કોલિંગ વખતે નગ્ન થવા ફરજ પાડીને તેને રેકોર્ડ કરી પત્નીના મોબાઇલથી જ વાયરલ કર્યા હોવાનો ઘટસ્ફોટ થતાં છેડતી, ધમકી આપવા અને આઇટી એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.પ્રાપ્ત માહિતી અનુસાર તાજેતરમાં એક વૃદ્ધ વકીલ અને એક મહિલાના નગ્ન અવસ્થામાં અશ્લીલ ચેડાં કરતો વિડીયો વાઈરલ થયો હતો. આ વિડિયો વાઈરલ થયા બાદ ગોત્રી પોલીસ મથકમાં મહિલાએ ફરિયાદ નોંધાવી છે.

વકીલાત શીખવવાનું કહી ઘરે આવતા હતા
તેઓએ પોલોસને જણાવ્યું છે કે વર્ષ 2012માં તેઓએ ગ્રેજ્યુએટનો અભ્યાસ શરૂ કર્યો હતો. ત્યારબાદ ગોત્રી વિસ્તારમાં રહેતા વકીલ તેઓના ઘરે આવતા હતા અને તું એલ.એલ.બી કરી લે હું તને વકીલાત શીખવાડી દઈશ તેમ કહેતા હતા. વૃદ્ધ વકીલના કહેવા મુજબ તેઓએ એલ.એલ.બીનો અભ્યાસ શરુ કર્યો હતો અને વૃદ્ધ વકીલના હાથ નીચે પ્રેક્ટિસ શરૂ કરી હતી. તેઓ ઘર નજીક રહેતા હોવાથી મહિલાના ઘરે અવારનવાર આવતા હતા. અને ઘરે કોઈ ના હોઈ ત્યારે બીભત્સ માંગણી કરી શારીરિક અડપલાં કરતા હતા.

પિતાની મારી નાખવાની ધમકી આપી હતી
મહિલાનો નંબર વકીલ પાસે હોવાથી તેઓ મોડીરાતે વિડીયો કોલ કરતા અને મહિલાના ભાઈ અને પિતાને મારી નાખવાની ધમકી આપી નગ્ન થવાની ફરજ પાડતા હતા. તેમના કહેવા મુજબ મહિલા કરતી હતી. ત્યારબાદ મહિલાના લગ્ન થયા હતા પરંતુ કોઈ કારણસર તેમના છૂટાછેડા થયા હતા. જોકે વર્ષ એક મહિના અગાઉ જ તેમના બીજી જગ્યાએ લગ્ન થયા હતા.મહિલાના લગ્ન સારી રીતે ચાલતું હતું ત્યારે જ વૃદ્ધ વકીલે તેમના ઘરે આવી મહિલાના પતિનો નંબર મેળવ્યો હતો અને તેમને 21 તારીખે એક વિડીયો મોકલ્યો હતો. જે વિડીયો અગાઉનો હોવાનું જાણવા મળતા મહિલાઅે તેમની સમગ્ર વ્યથા પતિ સામે વર્ણવી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.