તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વકીલ ઝડપાયો:વડોદરામાં બ્લેકમેલ કરીને મહિલાનો બિભત્સ વીડિયો ઉતાર્યા બાદ વાઇરલ કરનાર વૃદ્ધ વકીલની ધરપકડ, ગોત્રી પોલીસે પૂછપરછ શરૂ કરી

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
આરોપી વકીલની ગોત્રી પોલીસે ધરપકડ કરી - Divya Bhaskar
આરોપી વકીલની ગોત્રી પોલીસે ધરપકડ કરી
  • વીડિયો કોલમાં કપડાં ઉતારવા દબાણ કરીને વયોવૃદ્ધ વકીલે રેકોર્ડિંગ કરી લીધું હતું
  • વીડિયો વાઇરલ થતાં મહિલાએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી
  • વકલીની પત્નીની પૂછપરછ બાદ આજે ગોત્રી પોલીસે વકીલની ધરપકડ કરી

વડોદરામાં બ્લેકમેલ કરીને મહિલાનો બિભત્સ વીડિયો ઉતાર્યા બાદ વાઇરલ કરનાર વકીલની ગોત્રી પોલીસે ધરપકડ કરી છે. ગોત્રી પોલીસ સ્ટેશનના પીઆઇ એસ.ડી. ચૌધરીએ જણાવ્યું હતું કે, આરોપી વકીલની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

વકીલે મહિલાને ધમકી આપીને નગ્ન થવા ફરજ પાડી હતી
વડોદરાના વૃદ્ધ વકીલે મહિલાને ધમકી આપીને વીડિયો કોલિંગ વખતે નગ્ન થવા ફરજ પાડીને તેને રેકોર્ડ કર્યો હતો અને તે વીડિયો વકીલે પત્નીના મોબાઇલથી વાઇરલ કર્યો હતો. જેને પગલે પોલીસે છેડતી, ધમકી આપવા અને આઇટી એક્ટ હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. તાજેતરમાં એક વૃદ્ધ વકીલ અને એક મહિલાના નગ્ન અવસ્થામાં અશ્લીલ ચેડાં કરતો વીડિયો વાઇરલ થયો હતો. આ વીડિયો વાઇરલ થયા બાદ ગોત્રી પોલીસ મથકમાં મહિલાએ ફરિયાદ નોંધાવી હતી. આ બાબતે ગોત્રી વધુ તપાસ શરૂ કરી હતી.

વકીલ મહિલા પાસે બીભત્સ માંગણી કરીને શારીરિક અડપલાં કરતો હતો
મહિલાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, વર્ષ 2012માં તેઓએ ગ્રેજ્યુએટનો અભ્યાસ શરૂ કર્યો હતો. ત્યાર બાદ ગોત્રી વિસ્તારમાં રહેતા વકીલ તેઓના ઘરે આવતા હતા અને તું એલ.એલ.બી કરી લે હું તને વકીલાત શીખવાડી દઈશ તેમ કહેતા હતા. વૃદ્ધ વકીલના કહેવા મુજબ તેઓએ એલ.એલ.બીનો અભ્યાસ શરુ કર્યો હતો અને વૃદ્ધ વકીલના હાથ નીચે પ્રેક્ટિસ શરૂ કરી હતી. તેઓ ઘર નજીક રહેતા હોવાથી મહિલાના ઘરે અવારનવાર આવતા હતા. અને ઘરે કોઈ ના હોઈ ત્યારે બીભત્સ માંગણી કરી શારીરિક અડપલાં કરતા હતા.

ગોત્રી પોલીસ સ્ટેશન
ગોત્રી પોલીસ સ્ટેશન

વકીલે મહિલાના પિતાને મારી નાખવાની ધમકી આપી હતી
મહિલાનો નંબર વકીલ પાસે હોવાથી તેઓ મોડી રાતે વીડીયો કોલ કરતા અને મહિલાના ભાઈ અને પિતાને મારી નાખવાની ધમકી આપી નગ્ન થવાની ફરજ પાડતા હતા. તેમના કહેવા મુજબ મહિલા કરતી હતી. ત્યાર બાદ મહિલાના લગ્ન થયા હતા, પરંતુ, કોઈ કારણસર તેમના છૂટાછેડા થયા હતા. જોકે, વર્ષ એક મહિના અગાઉ જ તેમના બીજી જગ્યાએ લગ્ન થયા હતા.

મહિલાનો બિભત્સ વીડિયો ઉતાર્યા બાદ વાઇરલ કરનાર વકીલની ધરપકડ
મહિલાનું લગ્નજીવન સારી રીતે ચાલતું હતું ત્યારે જ વૃદ્ધ વકીલે તેમના ઘરે આવી મહિલાના પતિનો નંબર મેળવ્યો હતો અને તેમને એક વીડિયો મોકલ્યો હતો. જે વીડિયો અગાઉનો હોવાનું જાણવા મળતા મહિલાએ તેમની સમગ્ર વ્યથા પતિ સામે વર્ણવી હતી. મહિલાએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. બ્લેકમેલ કરીને મહિલાનો બિભત્સ વીડિયો ઉતાર્યા બાદ વાઇરલ કરનાર વકીલની ગોત્રી પોલીસે ધરપકડ કરી છે.

અન્ય સમાચારો પણ છે...