ચિંતા:3 મહિના બાદ શહેરમાં કોરોનાથી વૃદ્ધનું મોત,વધુ 9 દર્દીઓ પોઝિટિવ

વડોદરા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લે ફેબ્રુઆરી મહિનાના ત્રીજા અઠવાડિયામાં કોરોનાથી મૃત્યુ થયું હતું
  • મોત બાદ રિપોર્ટ પોઝિટિવ આવતાં કોવિડ પ્રોટોકોલ પ્રમાણે અંતિમવિધિ કરાઇ

શહેરમાં કોરોનાના કેસો સામાન્ય થયા બાદ હવે ધીરે ધીરે પોઝિટિવ કેસોમાં વધારો થઈ રહ્યો છે. જેમાં સયાજી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા વૃદ્ધનું મોત થયું હતું. વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં કોવિડ પ્રોટોકોલ મુજબ અંતિમવિધિ કરવામાં આવી છે. જ્યારે શુક્રવારે વધુ 9 કેસ નોંધાયા છે.

કોરોનાના કેસમાં સતત ઘટાડો અને એકવાર પોઝિટિવ આંક શૂન્ય થયા બાદ ફરીથી કોરોનાના પોઝિટિવ કેસ ધીમી ગતિએ વધી રહ્યા છે. તેવામાં સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે આવેલા અને કોરોનાના લક્ષણ ધરાવતા એક વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જેના પગલે સ્થાનિક આરોગ્ય તંત્ર દોડતું છે. કોરોનાના લક્ષણ ધરાવતા અને શહેરના રાવપુરા વિસ્તારમાં રહેતા 92 વર્ષના વૃદ્ધને કોરોનાના લક્ષણ હોવાનું ધ્યાને આવતાં સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

ત્યારબાદ બપોરે મૃતક વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. કોરોનાના કારણે વૃદ્ધનું મોત નિપજતાં આરોગ્ય તંત્ર દોડતું થયું હતું. વૃદ્ધ કયા વેરિયન્ટથી સંક્રમિત હતા તે રિપોર્ટ આવવાનો બાકી છે. ઉલ્લેખનીય છે કે, ગત ફેબ્રુઆરીના ત્રીજા સપ્તાહમાં કોરોનાથી મૃત્યુ નોંધાયું હતું. ત્યારબાદ ત્રણેક મહિના બાદ કોરોનાથી મૃત્યુ નોંધાયું છે. બીજી તરફ શુક્રવારે કોરોનાના વધુ 9 કેસ નોંધાયા છે. જ્યારે 4 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. શુક્રવારે લેવાયેલા 832 નમૂનામાંથી 9 કેસ પોઝિટિવ નોંધાયા છે. હાલમાં કુલ 52 દર્દીઓ સારવાર હેઠળ છે.

અન્ય સમાચારો પણ છે...