આજે પાંચમી જાન્યુઆરીએ દેશભરમાંથી આમંત્રિત મહાનુભાવોની સાથે એકતાયાત્રીઓનું ડો. મુરલી મનોહર જોશીના જન્મ દિવસે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
મુરલીમનોહર જોશીનો 90મો જન્મદિવસ
આજે ભાજપાના પુર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને પદ્મ વિભૂષણથી સન્માનિત ડૉ. મુરલીમનોહર જોષીનો 90 મો જન્મ દિવસ આખા દેશમાંથી આમંત્રિત સાંસદો, શિક્ષાવિદો, ભાજપા તથા સંઘ તથા વિશેષ આમંત્રિત એકતા યાત્રીઓની ઉપસ્થિતિ ઉજવવામાં આવ્યો હતો. જેમાં પરંપરાગત વાદ્યો ઢોલ, દમાઉ, બીન અને રણસિંગના નાદ સાથે સંસ્કૃતના શ્લોકો રજૂ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન ડો.જોષીના ધર્મપત્ની તરલા જોષી તથા બંને દીકરી પ્રિયંવદા તથા નિવેદીતા જોષી ઉપસ્થિત રહ્યા હતા.
કાશ્મીરમાં ત્રિરંગો લહેરાવ્યો
ભાજપાને દેશમાં સત્તા મેળવવા રામ રથ યાત્રા અને એકતા યાત્રા નું બહું મોટું મહત્વ છે. કાશ્મીરમાં આતંકવાદ એની ચરમસીમાએ હતો અને આતંકવાદી સંગઠનોએ ઘમકી આપી હતી કે, કીસ ને અપની મા કા દૂધ પિયા હે કી વોહ કાશ્મીર કે લાલ ચોક મેં આ કે હિન્દુસ્તાન કા તિરંગા ફહરાકે દિખાએ. આ ચેલેન્જ ભારતીય જનતા પાર્ટી એ ઉપાડી ત્યારે ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ.મુરલી મનોહર જોશીની અધ્યક્ષતામાં એકતા યાત્રા નીકળી અને યાત્રાના સંયોજક તરીકે નરેન્દ્ર મોદીને બનાવવામાં આવ્યા હતા.
18 રાજ્યોમાં એકતા યાત્રા ફરી હતી
આ યાત્રા 11 ડિસેમ્બર 1991થી નીકળી 18 રાજ્યોમાં ફરી અને 26 જાન્યુઆરી 1992ના દિવસે આતંકવાદીઓની છાતી ઉપર હિન્દુસ્તાનનો તિરંગો ફરકાવવામાં આવ્યો હતો. એકતા યાત્રા ઉપર પંજાબમાં પણ હુમલાઓ થયા હતા તથા આજની દેશની પરિસ્થિતિ વિશે પ્રેરક ઉદબોધન કર્યું હતું.
અમદાવાદ, કચ્છના એકતાયાત્રીઓ હાજર રહ્યા
આજે 31 વર્ષ પછી ડૉ. મુરલી મનોહર જોશીના જન્મ દિવસની ઉજવણીમાં બધા એકતા યાત્રાના કાર્યકર્તાઓને બોલાવ્યા હતા. ત્યારે વડોદરામાંથી એક માત્ર એમ.એસ.યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય અને ભાજપાના નેતા દિપક શાહને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેમની સાથે અમદાવાદથી હસમુખભાઈ સોરઠીયા તથા કચ્છ ભુજના રુપકુમાર ઠક્કર તથા સરદાર નિર્મલ સિંહ તથા દિલ્હીના શ્યામ પ્રજાપતિ, ચંદ્રશેખરને પણ મોમેન્ટો આપી સન્માનિત કર્યા હતા. એકતાયાત્રીઓએ કાશ્મીરમાં ઝંડો કરાવ્યો ત્યારની મોટી સાઈઝની તસ્વીર તથા જોષીની ઓળખ સમો સફેદ ખેસ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ ડો જોષીએ વરુક્ષારોપણ કર્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.