ચૂંટણી પહેલા બદલી:વડોદરામાં આઠ પોલીસ ઇન્સપેક્ટરની બદલી, સાતને લીવ રિઝર્વમાંથી પોલીસ સ્ટેશન, ટ્રાફિક, SOGમાં મુકાયા

વડોદરા2 મહિનો પહેલા
વડોદરા પોલીસ ભવનની ફાઇલ તસવીર.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવતા જ પોલીસ બેડામાં બદલીઓના દોર શરૂ થયા છે. ત્યારે લીવ રિઝર્વમાં રહેલા અધિકારીઓને પણ પોલીસ સ્ટેશનમાં બદલીઓ કરવામાં આવી રહી છે. જેમાં શહેરના આઠ બિન હથિયારી પોલીસ ઇન્સપેક્ટરની બદલી કરાઇ છે.

વડોદરાના પોલીસ કમિશ્નર શમશેરસિંઘએ શહેરના 8 બિન હથિયારી પોલીસ ઇન્સપેક્ટરની બદલીના આદેશ કર્યા છે. જેમાં લીવ રિઝર્વ પોલીસ કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતા સાત પીઆઇને પોલીસ સ્ટેશનોમાં બદલી કરાઇ છે. તો એક પીઆઇને પોલીસ સ્ટેશનમાંથી લીવ રિઝર્વ પોલીસ કંટ્રોલ રૂમમાં મુકાયા છે.

ક્યા પીઆઇની ક્યાં બદલી

  • પી.બી.દેસાઇને લીવ રિઝર્વ પોલીસ કંટ્રોલ રૂમથી ડીસીબી પોલીસ સ્ટેશન
  • વાય.એમ.મિશ્રાને લીવ રિઝર્વ પોલીસ કંટ્રોલ રૂમથી જવાહરનગર પોલીસ સ્ટેશન
  • સી.પી.વાઘેલાને લીવ રિઝર્વ પોલીસ કંટ્રોલ રૂમથી નંદેસરી પોલીસ સ્ટેશન
  • ડી.બી.વાળાને લીવ રિઝર્વ પોલીસ કંટ્રોલ રૂમથી ફતેહગંજ પોલીસ સ્ટેશન
  • એસ.ડી. રાતડાને લીવ રિઝર્વ પોલીસ કંટ્રોલ રૂમથી એસ.ઓ.જી શાખા
  • એન.ઓફ.સિદ્દીકી લીવ રિઝર્વ પોલીસ કંટ્રોલ રૂમથી ટ્રાફિક શાખા
  • એમ.એન.શેખ લીવ રિઝર્વ પોલીસ કંટ્રોલ રૂમથી સેકન્ડ સીટી પોલીસ સ્ટેશન
  • ડી.વી. ઢોલાને સેકન્ડ સિટી પોલીસ સ્ટેશનથી લીવ રિઝર્વ પોલીસ કંટ્રોલ રૂમ