રિફંડ:કેન્સલ ટ્રેનનું રિફંડ મેળવવા માટે આઠ કલાકની તપસ્યા

વડોદરા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 7 સુધીના કર્ફ્યૂ વચ્ચે 6 વાગ્યાથી લાઇન પડે છે

રેલવે દ્વારા આગામી ૩૦ જૂન સુધી કેન્સલ કરાયેલી ટ્રેન ની ટિકિટ નું રિફંડ મેળવવા નાગરિકોને આઠ કલાક તપસ્યા કરવી પડે છે. વડોદરા રેલવે સ્ટેશન પર સિનિયર સિટીઝન અને અન્ય મુસાફરોએ જણાવ્યું હતું કે 7 વાગે કરફ્યુ ખુલે છે તો પણ રેલવે સ્ટેશન ખાતે છ વાગ્યાની લાઇન શરૂ થઈ જાય છે. જ્યારે રેલવે દ્વારા ટોકન આપવાનો આઠ વાગે શરૂ કરવામાં આવે છે. સવારે અઢીસોથી વધારે લોકો હોય તો પરત મોકલવામાં આવે છે.

છેલ્લા બે દિવસથી અંદાજે 60 લોકો પરત જાય છે. જ્યારે સિંગલ ટિકિટનું રિઝલ્ટ લેવા પણ જો 7 વાગે કરફર્યું ખુલ્યા બાદ આવીએ તો ભરતડકામાં ઉભા રહેવું પડે છે. સલાટવાડામાં રહેતા વૃદ્ધા જયશ્રી ગુંડાલે જણાવ્યું હતું કે આઠ વાગ્યે મને 132 નંબરની ટોકન આપ્યો હતો.  બપોરે સાડા બાર વાગે 121 નંબર ચાલતો હતો. મારો નંબર હજુ એક કલાક પછી આવશે શહેરમાં કર્ફ્યૂ ખોલતા પહેલા સેંકડો લોકો રેલવે સ્ટેશન કેવી રીતે આવી જાય છે તે સવાલ છે. 

અન્ય સમાચારો પણ છે...