તહેવાર:ઇદ-એ-મિલાદનું જુલૂસ 400 લોકો સાથે નીકળશે, અશાંત વિસ્તારોમાં પોલીસે પેટ્રોલિંગ વધારાર્યું

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાની ગાઇડ લાઇનને અનુસરી તહેવાર મનાવાશે

શહેરમાં મુસ્લિમ સમાજ 19મીએ ઈદ-એ-મિલાદની ગાઈડ લાઈનને અનુસરીને ઉજવણી કરશે. ઈદ-એ-મિલાદને લઈને 100 જેટલાં સ્થળો પર જુલૂસ નીકળવાની શકયતા છે. જોકે મોટાભાગનાં જુલૂસ મહોલ્લામાં જ નીકળશે. ગાઈડ લાઈન અનુસાર જુલૂસ મહોલ્લા સુધી સિમિત હશે અને તેમાં 400 લોકો ભાગ લઈ શકશે. જ્યારે રસ્તાઓ પર મહત્તમ 15 વ્યક્તિ અને 1 વાહન જ જુલૂસમાં સામેલ થઈ શકશે.

મુસ્લિમ સમાજના આગેવાનોએ પણ ઈદ-એ-મિલાદની ઉજવણી કોરોનાની ગાઈડલાઈનને અનુસરીને કરવાની જાહેરાત કરાઈ છે. બીજી તરફ પોલીસ તંત્રે કોઈ અસામાજિક પ્રવૃત્તિ ન થાય તે માટે અશાંત વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારી દીધું છે. ગાઈડ લાઈન અનુસાર ઈદ-એ-મિલાદના જુલૂસનું આયોજન માત્ર દિવસ દરમિયાન કરી શકાશે. ઉપરાંત જુલૂસ જે વિસ્તારનું હશે તે વિસ્તારમાં જ ફરી શકશે અને શક્ય તેટલા ઓછા સમયમાં પૂર્ણ કરવાનું રહેશે.

અન્ય સમાચારો પણ છે...