એજ્યુકેશન:MSUના VCની ટર્મ પૂરી થાય તે પૂર્વે નેક કમિટી આવે તેવા પ્રયાસ

વડોદરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડીન તથા વિવિધ સેલના કો-ઓર્ડિનેટર સાથે સમીક્ષા બેઠક કરાઈ

મ.સ. યુનિ.ના વીસીની ટર્મ પૂરી થાય તે પહેલાં નેકની કમિટી આવે તેવા પ્રયાસો શરૂ કરાયા છે. ફેકલ્ટી ડીન તથા વિવિધ સેલના કો-ઓર્ડિનેટર સાથે સમીક્ષા બેઠક કરાઈ હતી. જાન્યુઆરીના છેલ્લા સપ્તાહમાં નેકની કમિટી આવે તેવા પ્રયાસો થઇ રહ્યા છે. જોકે કોરોનાના વધતા કેસો વચ્ચે નેક કમિટી આવશે કે નહિ તેના પર પ્રશ્નાર્થ સર્જાયો છે.

એમ.એસ. યુનિવર્સિટીના વીસીની ટર્મ ફેબ્રુઆરીની 10 તારીખે પૂરી થઇ રહી છે. જોકે તે પહેલાં નેકની કમિટી આવે તેના ભાગરૂપે તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. વીસીની અધ્યક્ષતામાં તમામ ફેકલ્ટી ડીન તથા વિવિધ સેલના કો-ઓર્ડિનેટરો સાથે બેઠકો પણ કરી દેવાઈ છે.

12 જાન્યુઆરી પછી વીસી પોતે પણ તમામ ફેકલ્ટીમાં તબક્કાવાર મુલાકાત લઇને ડિપાર્ટમેન્ટ પ્રમાણે અધ્યાપકોએ શું તૈયારીઓ કરી છે તેની તપાસ કરશે. યુનિવર્સિટીના વીસી અને સત્તાધારી જૂથ દ્વારા 2021માં નેકની કમિટી આવે તે પ્રકારની તૈયારીઓ કરી હતી. જોકે સંકલન સમિતિ દ્વારા ભરતી કૌભાંડનો મુદ્દો ઉઠાવવામાં આવતાં તમામ તૈયારીઓ પર પાણી ફરી વળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...