ભાજપનું પ્રદર્શન:રાષ્ટ્રપતિનું અપમાન કરનાર કોંગ્રેસના સાંસદનું પૂતળા દહન

વડોદરા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સયાજીગંજમાં મનુભાઇ ટાવર પાસે ભાજપનું પ્રદર્શન
  • કાર્યક્રમમાં શહેરના પ્રભારી સહિત હોદ્દેદારો જોડાયા

લોકસભાના કોંગ્રેસી સાંસદ અધિર રંજન ચૌધરીએ રાષ્ટ્રપતિના કરેલા અપમાન સામે ભાજપે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ભાજપે સયાજીગંજ સ્થિત મનુભાઈ ટાવર ખાતે આવેલા ભાજપા કાર્યાલય સામે અધીર રંજન ચૌધરીના પૂતળા દહન કરી વિરોધ દર્શાવ્યો હતો. લોકસભામાં સાંસદના ફ્લોર પર પાર્લામેન્ટના વિરોધ પક્ષના કોંગ્રેસી સાંસદ અધિરરંજન ચૌધરીએ દેશની પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિનું અપમાન કરતું બેજવાબદાર ભર્યું નિવેદન કરી સમગ્ર દેશની મહિલાઓનું અપમાન કરતા ભારે હોબાળો મચ્યો છે. ભાજપે અપમાનને સમગ્ર આદિવાસી સમાજનું પણ અપમાન ગણાવ્યું છે.

શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુરુવારે શહેર અધ્યક્ષ ડો. વિજયભાઈ શાહની આગેવાનીમાં કોંગ્રેસી નેતા અધીર રંજન ચૌધરીના પૂતળા દહનનો કાર્યક્રમ યોજ્યો હતો અને સોનિયા ગાંધી માફી માંગો ના સૂત્રોચાર સાથે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો. શહેર ભાજપના અધ્યક્ષ ડો. વિજય શાહે જણાવ્યું હતું કે દેશના પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુનું અપમાન દેશ ક્યારેય ચલાવી નહિ લે. કોંગ્રસના નેતાઓએ સંસદમાં હાજર રહેતી વખતે ભાષા શીખવાની જરૂર છે. આ કાર્યક્રમમાં શહેરના પ્રભારી દર્શનાબેન દેશમુખ તથા હોદ્દેદારો જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...