• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Education Minister Bhupendrasinh Chudasama Said: "Std 12 Examination Will Be Taken, We Will Review The Condition Of Corona And Announce The Date With Concern For The Safety Of The Children."

નિવેદન:શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહે કહ્યું: 'ધો-12ની પરીક્ષા લેવાશે જ, કોરોનાની સ્થિતિની સમીક્ષા અને બાળકોની સલામતીની ચિંતા કરીને તારીખ જાહેર કરીશું'

વડોદરા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ વડોદરામાં પ્રેસ-કોન્ફરન્સ સંબોધી હતી - Divya Bhaskar
શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ વડોદરામાં પ્રેસ-કોન્ફરન્સ સંબોધી હતી
  • તાઉ-તે વાવાઝોડાની સ્થિતિમાં વેન્ટિલેટર અને ઓક્સિજન પરના દર્દીઓ માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે
  • મારું ગામ કોરોના મુક્ત ગામ અભિયાન બાદ રાજ્ય સરકારે 'મારો વોર્ડ કોરોના મુક્ત વોર્ડ' અભિયાનની શરૂઆત કરી

રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ 'મારો વોર્ડ કોરોના મુક્ત વોર્ડ' અભિયાનને લઇને વડોદરા શહેરની મુલાકાત લીધી હતી. જ્યાં શિક્ષણમંત્રીએ ધો-12ની પરીક્ષા સંદર્ભે જણાવ્યું હતું કે, ધો-12ની પરીક્ષા લેવાશે જ. આરોગ્ય વિભાગ સાથે બેસીને કોરોનાની સ્થિતિની સમીક્ષા અને બાળકોની સલામતીની ચિંતા કરીને અમે તારીખ જાહેર કરીશું.

માર્ગદર્શિકા માટે વર્તમાન અને નિવૃત શિક્ષણવિદોની કમિટીની રચના કરી
ધો-10ના માસ પ્રમોશન બાદ તેમના એડમિશન મુદ્દે તેઓએ જણાવ્યું હતું કે, માર્ગદર્શિકા માટે નિષ્ણાંત અને અનુભવી એવા વર્તમાન અને નિવૃત શિક્ષણવિદોની કમિટીની રચના કરી છે અને તેમના માર્ગદર્શન બાદ અમે તેનો નિર્ણય કરીશું.

શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ 'મારો વોર્ડ કોરોના મુક્ત વોર્ડ' અભિયાનને લઇને વડોદરા શહેરની મુલાકાત લીધી
શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ 'મારો વોર્ડ કોરોના મુક્ત વોર્ડ' અભિયાનને લઇને વડોદરા શહેરની મુલાકાત લીધી

દરેક કોર્પોરેટર પોતાના વોર્ડને કોરોના મુક્ત કરવાની કામગીરીમાં જોડાશે
શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં મારું ગામ કોરોના મુક્ત ગામ અભિયાનની સફળતા પછી રાજ્ય સરકારે આજથી 'મારો વોર્ડ કોરોના મુક્ત વોર્ડ' અભિયાનની શરૂઆત કરી છે. દરેક કોર્પોરેટર પોતાના વોર્ડને કોરોના મુક્ત કરવાની કામગીરીમાં જોડાશે અને રક્તદાન શિબિરનું પણ આયોજન કરશે.

રાજ્યમાં મારું ગામ કોરોના મુક્ત ગામ અભિયાનની સફળતા પછી રાજ્ય સરકારે આજથી 'મારો વોર્ડ કોરોના મુક્ત વોર્ડ' અભિયાનની શરૂઆત કરી
રાજ્યમાં મારું ગામ કોરોના મુક્ત ગામ અભિયાનની સફળતા પછી રાજ્ય સરકારે આજથી 'મારો વોર્ડ કોરોના મુક્ત વોર્ડ' અભિયાનની શરૂઆત કરી

વાવાઝોડાની સ્થિતિમાં વેન્ટિલેટર અને ઓક્સિજનના દર્દીઓ માટે વ્યવસ્થા કરાઇ
તાઉ-તે વાવાઝોડાની સંભાવનાને લઇને તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર આ મોરચે સતત કામ કરી રહી છે. વાવાઝોડાની અસર રાજ્યના 14 જિલ્લામાં થવાની છે. રાજ્ય સરકારે વાવાઝોડાને લઇને તમામ તૈયારીઓ કરી છે. તાઉ-તે વાવાઝોડાની સ્થિતિમાં વેન્ટિલેટર અને ઓક્સિજનના દર્દીઓ માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. લાઇટ જાય તો હોસ્પિટલોમાં જનરેટરની વ્યવસ્થા કરી છે. આ ઉપરાંત NDRF અને SDRFની પૂરતી વ્યવસ્થા કરી છે.

તાઉ-તે વાવાઝોડાની સ્થિતિમાં વેન્ટિલેટર અને ઓક્સિજનના દર્દીઓ માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે
તાઉ-તે વાવાઝોડાની સ્થિતિમાં વેન્ટિલેટર અને ઓક્સિજનના દર્દીઓ માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે

કોરોનાના દર્દીઓને લઇને ખૂબ જ ગંભીરતાથી ચર્ચા થઇ છે
શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે, ગઇકાલે મળેલી કોર કમિટીની બેઠકમાં વાવાઝોડાને લઇને કોરોનાના દર્દીઓને લઇને ખૂબ જ ગંભીરતાથી ચર્ચા થઇ છે. કોઇ નાના સેન્ટરમાં ઉણપ જણાય તો દર્દીઓને નજીકના મોટા સેન્ટરમાં લઇ જવાની વ્યવસ્થા કરવામાં આવી છે. વાવાઝોડાનો સામનો કરી શકીએ અને કોરોના સંક્રમિત દર્દીઓને કોઇપણ સમસ્યાનો સામનો કરવો ન પડે તેવી સંપૂર્ણ વ્યવસ્થા પણ રાજ્ય સરકારે કરી છે. કેન્દ્ર તરફથી પણ આપણને માર્ગદર્શન મળી રહ્યું છે. આજે જ દેશના ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રીએ સાથે વાત કરી છે. જેમાં કેન્દ્ર તરફથી મદદ અને માર્ગદર્શનની વાત કરી છે.

દરેક કોર્પોરેટર પોતાના વોર્ડને કોરોના મુક્ત કરવાની કામગીરીમાં જોડાશે અને રક્તદાન શિબિરનું પણ આયોજન કરશે
દરેક કોર્પોરેટર પોતાના વોર્ડને કોરોના મુક્ત કરવાની કામગીરીમાં જોડાશે અને રક્તદાન શિબિરનું પણ આયોજન કરશે

એમ.એસ.યુનિવર્સિટીમાં RT-PCR ટેસ્ટની વ્યવસ્થા કરવામાં આવશે
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યની તમામ યુનિવર્સિટીઓમાં RT-PCR ટેસ્ટની વ્યવસ્થા કરવામાં આવી છે, તેજ રીતે વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં RT-PCR ટેસ્ટની વ્યવસ્થા કરવામાં આવશે. માત્ર 4 કલાકમાં જ રિપોર્ટ આવશે. એક દિવસમાં 500 લોકોના ટેસ્ટ કરવામાં આવશે. સામાજિક સંસ્થાઓ અને ધાર્મિક સંસ્થાઓને સાથે રાખીને સરકાર આ મહામારી સામે કામગીરી કરી રહી છે.

મોડી પણ એમસીક્યુ પ્રમાણે પરીક્ષા લઇ શકાય
ધો. 12માં પરીક્ષા લેવાનો નિર્ણય આવકારદાયક છે. ભલે બે મહિના મોડી , પરંતુ પરીક્ષા જરૂરી છે. સરકાર એમસીક્યુના માધ્યમથી પણ પરીક્ષા લઈ શકે છે. ધોરણ 12માં માસ પ્રમોશન ન આપી શકાય. > લાલા ઠક્કર, શિક્ષક

પરીક્ષાથી કારકિર્દીની દિશા મળે
ધોરણ 12 વિદ્યાર્થીઓની કારકિર્દીની દિશા નક્કી કરવા માટે મહત્ત્વનું છે. જેથી તેની પરીક્ષા થવી જોઈએ. પરીક્ષા થાય તો કેટલા માર્ક આવે છે તે ખબર પડે અને તેના આધારે કોલેજમાં પ્રવેશ નક્કી થઈ શકે.
> દર્શન ઠક્કર, વિદ્યાર્થી

પરીક્ષા તો થવી જ જોઇએ
સરકારનો પરીક્ષા લેવાનો નિર્ણય 100 ટકા યોગ્ય છે. પરીક્ષા લેવામાં ન આવે તો હોશિયાર વિદ્યાર્થીઓને નુકસાન થઈ શકે છે અને ઓછી મહેનત કરનારા વિદ્યાર્થીઓને ફાયદો થઈ શકે છે. જેથી પરીક્ષા થવી જ જોઈએ. > ભક્તિ ચાવડા, વિદ્યાર્થિની

ધોરણ 12 એ વિદ્યાર્થીઓ માટેનું ડેસ્ટિનેશન છે
ધોરણ 12 એ વિદ્યાર્થી માટેા ડેસ્ટિનેશન સમાન છે. કોરોના તો બે વર્ષમાં જતો રહેશે, પરંતુ પરીક્ષાની જગ્યાએ માસ પ્રમોશન હશે તો વિદ્યાર્થીઓને તકલીફ પડશે. ખાસ કરીને અભ્યાસ માટે વિદેશ જવા ઇચ્છુક વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાશે, જેથી પરીક્ષા થવી જોઇએ. > મનીષ બરભયા, શિક્ષક

અન્ય સમાચારો પણ છે...