તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પૈસા માગતા હોવાના આક્ષેપ:એજ્યુકેશન ઇન્સ્પેક્ટર પ્રીતિ સંઘવીની ભાવનગર બદલી

વડોદરા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરકારી હાઇસ્કૂલમાં પ્રિન્સિપાલ તરીકે મૂકાયાં

ડીઇઓ કચેરીનાં એજ્યુકેશન ઇન્સ્પેકટર પ્રીતિબેન સંઘવી ફાઇલમાં સહી કરવા માટે રૂપિયાની માગણી કરતાં હોવાના આચાર્ય શૈક્ષણિક મહાસંઘના આક્ષેપો બાદ તેમની ભાવનગર સરકારી શાળાનાં પ્રિન્સિપાલ તરીકે બદલી કરવામાં આવી છે.

10 દિવસ અગાઉ આચાર્ચ શૈક્ષિક મહાસંઘ વડોદરા જિલ્લા દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી ડો.યુ.એન. રાઠોડને આવેદનપત્ર અપાયું હતું. જેમાં આક્ષેપો સાથે રજૂઆત કરાઈ હતી કે, એસવીએસ-1ના આચાર્યો પાસે એજ્યુકેશન ઇન્સ્પેક્ટર પ્રીતિબેન સંઘવી ઉચ્ચતર પગાર ધોરણની ફાઇલમાં સહી કરવા માટે રૂપિયાની માગણી કરે છે. તેમજ શાળા ઇન્સ્પેક્શનમાં પણ નાણાંની ઉઘરાણી કરે છે. આખરે વિવાદમાં સપડાયેલા એજ્યુકેશન ઇન્સ્પેક્ટર પ્રીતિબેન સંઘવીની શિક્ષણ વિભાગ દ્વારા ભાવનગર માજીરાજ સરકારી હાઇસ્કૂલ ખાતે પ્રિન્સિપાલ તરીકે બદલી કરાઈ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડાં મહત્ત્વપૂર્ણ નવા સંપર્ક સ્થાપિત થશે જે ખૂબ જ લાભદાય રહેશે. તમારા ભવિષ્યને લગતી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. શુભ કામ પણ સંપન્ન થશે. નેગેટિવઃ- વ્યક્તિગત સ્વાર્થના કારણે ખટાસ આ...

વધુ વાંચો