‘આપ’ના ડરે હવે ફંડિંગનો ફંડા!:શિક્ષણ સમિતિના ધો. 8ના 4141 છાત્રોના વધુ અભ્યાસ માટે ભાજપ ફંડ ઉઘરાવીને ફી ભરશે

વડોદરા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા માટે આયોજન કરાયાનો દાવો

આમ આદમી પાર્ટીએ ગુજરાતની ભાજપ સરકારને શિક્ષણ મામલે ઘેરી છે ત્યારથી સફાળા જાગેલા સત્તાધીશો હવે સરકારી શાળાઓ તરફ ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છે. શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 120 શાળાના ધોરણ 8ના 4141 વિદ્યાર્થીઓ આ વર્ષે પાસ થશે ત્યાર પછી આગળ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ માટે અને ડ્રોપ આઉટ રેશિયોના વધે તે માટે ભાજપ દાતાઅો પાસેથી ફંડ અેકત્રિત કરીને ફી ભરવાની વ્યવસ્થા કરશે.

શહેર ભાજપ અધ્યક્ષ ડો.વિજય શાહની અધ્યક્ષતામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન, વાઇસ ચેરમેન સહિતના સભ્યો અને શાસનાધિકારીની એક બેઠક મળી હતી. જેમાં વિવિધ મુદે ચર્ચા બાદ ધોરણ 8 પછી ફી ના ભરી શકવાના કારણે કોઇ પણ વિદ્યાર્થી અભ્યાસથી વંચિત ના રહી જાય તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

શહેર ભાજપ અધ્યક્ષ ડો.વિજય શાહે જણાવ્યું હતું કે તમામ બાળકોના અભ્યાસની વ્યવસ્થા કરાશે. જેમાં સરકારી શાળામાં વ્યવસ્થા થાય તે પ્રકારે અથવા તો ગ્રાન્ટેડ શાળામાં અભ્યાસ કરાવાશે. વિદ્યાર્થીઓ ધોરણ 9થી 12નો અભ્યાસ કરી શકે તે માટે ફંડ રેઇઝીંગ કરીને દાતાઓની મદદથી પણ તેમને શિક્ષણ આપવામાં આવશે. આ અંગે હજુ બે-ત્રણ બેઠકો બોલાવી સમગ્ર એકશન પ્લાન બનાવાશે. શિક્ષણ સમિતિ દ્વારા શહેરમાં 120 સ્કૂલનું સંચાલન કરાય છે.

સ્કીલબેઇઝ કોર્સ માટે પણ વિદ્યાર્થીને મદદ કરાશે
જે વિદ્યાર્થીઓ અભ્યાસમાં નબળા હશે પણ તેઓ કોઇ પણ હુનરમાં રસ ધરાવતા હશે તેવા બાળકોને આઇટીઆઇમાં ચાલતી સ્કીલબેઇઝ ટ્રેનીંગના અભ્યાસક્રમમાં પ્રવેશ અપાવવા આવશે. તેનું પણ સમગ્ર આયોજન સમિતિની ટીમ કરશે.

દિલ્હીમાં સરકારી સ્કૂલોમાં ધો.1થી 12નું ફ્રી શિક્ષણ
આપની સરકારે દિલ્હીમાં સરકારી સ્કૂલોને ગ્રાન્ટેડ સ્કૂલો કે નોન ગ્રાન્ટેડ સ્કૂલોથી પણ વધુ સક્ષમ અને આતરરાષ્ટ્રીય કક્ષાની બનાવી છે. જેમાં ધો. 1થી 12 સુધી મફત શિક્ષણ અપાય છે. ત્યારે હંમેશા સરકારી સ્કૂલોના મુદે કોઇ પ્રદેશની સરકારને લલકારતી હોય છે. ત્યારે ગુજરાતમાં પણ સરકારી સ્કૂલોનો મુદે ભાજપને ભીંસમાં મૂક્યું છે.

  • દિલ્હીની સરકારી સ્કૂલોમાં ધોરણ 1થી 12 ચાલે છે
  • આંતરરાષ્ટ્રીય સ્કૂલ કક્ષાનું ઇન્ફ્રાસ્ટ્રકચર છે
  • સ્વીમીંગ પુલ, જીમ, લેબોરેટરી સહિતની સુવિધા
  • સરકારી શિક્ષકોને વિદેશમાં ટ્રેનિંગ અપાય છે
  • મોટા ભાગની સ્કૂલો અંગ્રેજી માધ્યમની છે
  • સરકારી શાળાઓના પરિમાણ 99 ટકા આવે છે
અન્ય સમાચારો પણ છે...