23થી 25 જૂન સુધી શિક્ષણ સમિતિ દ્વારા ત્રીદિવસીય શાળા પ્રવેશોત્સવનું આયોજન કર્યું છે. સમિતિમાં ત્રણ અંગ્રેજી માધ્યમની શાળા હતી જેમાં વધુ એક શાળાનો ઉમેરો ચાલુ સત્રથી કરવામાં આવ્યો છે. 3300 બાળકોએ પ્રવેશ મેળવી લીધો છે. જુલાઇ સુધીમાં આ આંકડો 6 હજાર સુધી પહોંચશે.શહેર-જિલ્લામાં ત્રિ-દવસીય કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
છાણી મહાવીર સ્વામી પ્રાથમિક શાળા ખાતે મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી તથા સ્વામી વિવેકાનંદ પ્રાથમીક શાળા ખાતે મહિલા અને બાળ વિકાસ મંત્રી મનીષાબેન વકીલ બાળકોને શાળામાં પ્રવેશ અપાવશે. શાળા પ્રવેશોત્સવ વિશે માહિતી આપતા ચેરમેન હિતેશ પટણીએ જણાવ્યુ હતું કે, ધોરણ 1માં 3300 બાળકોએ પ્રવેશ લીધો છે. જુલાઇ સુધીમાં આંકડો 6 હજારને પાર પહોંચશે. સમિતિની શાળામાં ભણતા 3570 બાળકો કે જેમના ઘર શાળાએથી દૂર છે તેમને વિનામૂલ્યે વાન અને બસની સુવિધા પૂરી પડાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.