ઓનલાઇન છેતરપિંડી:વડોદરાના જરોદમાં 16 હજારમાં એક્ટિવા ખરીદવાની લાલચમાં શિક્ષિત યુવાને 1.61 લાખ રૂપિયા ગુમાવ્યા, બે બેજાબાજ સામે પોલીસ ફરિયાદ

વડોદરા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • યુવાને અલગ-અલગ મોબાઇલ નંબર પર ફોન કરનાર બે ભેજાબાજો સામે વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

સોશિયલ સાઇટ પરથી રૂપિયા 16 હજારની કિંમતની એક્ટિવા ખરીદવાની લાલચમાં જરોદના શિક્ષિત યુવાને રૂપિયા 1.61 લાખ ગુમાવ્યા હતા. ઓનલાઇન છેતરપિંડીનો ભોગ બનેલા યુવાને વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ઓનલાઇન છેતરપિંડી કરનાર બે ભેજાબાજો સામે ફરિયાદ નોંધાવી છે, જેન આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

સોશિયલ સાઇટ પર યુવાને એક્ટિવા ખરીદવાની કાર્યવાહી કરી હતી
વાઘોડિયા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના જરોદ ખાતે ગાયત્રીનગર સોસાયટીમાં 22 વર્ષિય દિપક અજય શર્મા પરિવાર સાથે રહે છે. અને અભ્યાસ કરે છે. દિપકને એક્ટીવા ખરીદવું હોવાથી તે સોશિયલ સાઇટ પર ઉપર નજર રાખતો હતો. દરમિયાન રૂપિયા 16 હજારની કિંમતનું એક્ટીવા વેચાણ આપવાનું હોવાનું સોશિયલ સાઇટ ઓ.એલ.એક્સ. પર આવ્યું હતું. આથી તેણે એક્ટિવા ખરીદવા માટે સાઇટ ઉપર કાર્યવાહી હાથ ધરી હતી.

1.61 લાખ આપ્યા પછી પણ યુવાનને એક્ટિવા ન મળી
દરમિયાન દિપક શર્માના મોબાઇલ પર ફોન આવ્યો હતો. જેમાં ભેજાબાજોએ ખોડા બહાના બતાવી આર્મી પોસ્ટ એકાઉન્ટ નંબર બેંકનું નામ એરટેલ ઉપર રૂપિયા 2 હજાર રૂપિયા, 5999 રૂપિયા, 9999 રૂપિયા 6999 રૂપિયા, 2999 રૂપિયા અને 19,999 મળીને કુલ રૂપિયા 47,995, તેમજ બીજા આર્મી પોસ્ટ એકાઉન્ટ નંબર ઉપર 29998 રૂપિયા, 29998 રૂપિયા, 17330 રૂપિયા, 11000 રૂપિયા, 11000 રૂપિયા, 14000 રૂપિયા મળીને કુલ રૂપિયા 1,13,296 ટ્રાન્સફર કરાવ્યા હતા. આમ બંને એકાઉન્ટ દ્વારા કુલ રૂપિયા 1,61,291 ટ્રાન્સફર કરાવ્યા હતા. દિપકે રૂપિયા 16 હજારની કિંમતનું એક્ટીવા ખરીદવા માટે રૂપિયા 1.61 લાખ ભેજાબાજોએ જણાવેલા એકાઉન્ટમાં જમા કરાવ્યા પછી પણ એક્ટીવા મળી ન હતી.

યુવાને વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
દિપકને પોતે ઓનલાઇન છેતરપિંડીનો ભોગ બન્યો હોવાની જાણ થતાં તેણે અલગ-અલગ મોબાઇલ ફોન નંબર પર ફોન કરનાર બે ભેજાબાજો સામે વાઘોડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...