તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એજ્યુકેશન:ઇકોલોજિકલ રેસ્ટોરેશન સ્ટડી સાઇટ શરૂ કરાઇ

વડોદરા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • MSUના વિદ્યાર્થીઓ 1 વર્ષથી કામ કરતા હતા
  • બાયો એન્જિ. સ્ટ્રક્ચરથી કાંસ-નદીને સંરક્ષણ મળશે

મ.સ.યુનિ.માં ઇકોલોજિકલ રેસ્ટોરેશન સ્ટડી સાઇટની શરૂઆત કરાઈ છે. સાયન્સ ફેકલ્ટીના બોટનિકલ ગાર્ડનથી હિસ્ટરી વિભાગ સુધીના ભૂખી કાંસના કિનારા પર સાઇટ બનાવાઈ છે. વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે મ.સ. યુનિવર્સિટી દ્વારા ઇકોલોજીકલ રેસ્ટોરેશન સાઇટનું ઉદઘાટન કરાયું હતું. સાયન્સ ફેકલ્ટીના લોવર બ્રિજ નજીક ઇકોલોજીકલ સ્ટડી સાઇટ તૈયાર કરાઈ છે.

સાયન્સના બોટનિકલ ગાર્ડનથી હિસ્ટરી વિભાગ સુધી ભૂખી કાંસના કિનારે બનાવાયેલી સાઇટ પર વૃક્ષારોપણ તથા સ્લોપ સ્ટેબિલાઇઝશન કરાયું હતું. 1 વર્ષથી એન્વાયર્ન્મેન્ટ સાયન્સના વિદ્યાર્થીઓ આ પ્રોજેક્ટ પર કામ કરતા હતા. 2021માં બોટની તથા આકિર્ટેકચર ડિપાર્ટમેન્ટ દ્વારા બોટનીકલ ગાર્ડન પર રિસ્ટોરેશન કરાયું હતું, એવું જ રિસ્ટોરેશન લોવર બ્રિજ નજીક કરાયું છે.

5 મહિનામાં 5 હજાર વૃક્ષ વાવ્યાં હતાં. જેમાં એક કિનારા પર નેચરલ વેજિટેશન અને બીજા કિનારા પર ઇકોલોજિકલ બાયોએન્જિનિયરિંગ સ્ટ્રકચર બનાવાયું હતું. જેને કારણે ભૂખી કાંસ પર વેસ્ટ ડમ્પિંગ નહિ થાય અને ફેકલ્ટી ઓફ સાયન્સના વિદ્યાર્થી આ સાઇટ ઇકોલોજીકલ એક્સપરીમેન્ટલ સાઇટ તરીકે ઉપયોગ કરી શકશે. આ બાયો એન્જિનિયરિંગ સ્ટ્રક્ચર દ્વારા કાંસ તથા નદીને સંરક્ષણ મળશે.

ગિલોયના 2 લાખ રોપા વિતરણ માટે તૈયાર
સરકાર દ્વારા બોટની વિભાગને રોગપ્રતિકારક શક્તિ વધારતા ગિલોયના 8 લાખ છોડ તૈયાર કરવા માટેની ગ્રાન્ટ આપી હતી. જેના ભાગરૂપે 2 લાખ રોપા તૈયાર થઇ ગયા છે. યુનિ.હોસ્ટેલ કેમ્પસમાં આવેલા બોટનિકલ ગાર્ડન ખાતેથી બપોરે 3 થી 6 વાગ્યાના સમય દરમિયાન ગિલોયના રોપા જાહેર જનતાને વિતરણ કરવામાં આવી રહ્યા છે. લોકોની રોગપ્રતિકારણ શક્તિ માટે ગિલોય અસરકારક છે.

અન્ય સમાચારો પણ છે...