તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવી રેસિપી:ઉજવણીમાં સોયા બિન ફ્રેન્કી, રાગી કપ કેક ખાવ બ્લડ-શુગરના રોગથી દૂર રહો

વડોદરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સેલિબ્રેશન માટે ગૃહિણીઓ શીખી નવી રેસિપી
 • બીટમાં મેગ્ને‌િશયમ અને રાગીમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે

કોરોમાં ગૃહિણીઓ પરિવારજનોનું ધ્યાન રાખવા અને રોગ પ્રતિકારક શક્તિ વધારવા સ્વાદિષ્ટ ભોજન બનાવી રહી છે. શેફ નેહા ઠક્કરે શિયાળામાં ખવાતી અને 31 ડિસેમ્બરની પાર્ટીમાં ખાઈ શકાતી હેલ્ધી વાનગીઓનો વર્કશોપ રાખ્યો હતો. તેમણે સોયા ચંગ્સ બીટ ફ્રેન્કી અને રાગીની કપકેકની રેસિપી શીખવી હતી.

સોયાચંગ્સ બીટ ફ્રેન્કી
સામગ્રી: 1 બાઉલ - ઘઉનો લોટ, 1 બીટ - બાફીને પ્યૂરી કરેલ, 1 બાઉલ - સોયાચગ્સ બાફીને કટ કરેલા, 1 બાઉલ - પનીર, 1 ડુંગડી - ઝીણી સમારેલી, 1 કેપ્સિકમ - ઝીણું સમારેલું, 2 ચમચી - મેયોનિઝ, 2 ચમચી - ટમેટા સોસ, 2 ચમચી - તેલ , 1 ચમચી - મરચું, મીઠું - સ્વાદપ્રમાણે, 1 ક્યુબ - ચીઝ, 2 ચમચી - કોબીજનું છીણ, 2 ચમચી - બટર

રીત
સૌ પ્રથમ એક બાઉલમાં ઘઉનો લોટ લઈ તેમાં મીઠું અને મોંણ નાખી બીટની પ્યૂરીથી લોટ બાંધવો. હવે પેન ગરમ મૂકી તેમાં 1 ચમચી તેલ ગરમ કરી ડુંગડી અને કેપ્સિકમ સાતડવું. તેમાં સોયાચગ્સ નાખી મીઠું અને મરચું ઉમેરવું. મિક્સ કરી એક બાઉલ માં કાઢી લેવું. ઠંડું પડે પછી તેમાં મેયોનિઝ અને ચીઝ નાખવું. જે લોટ બાંધી રાખ્યો છે તેમાંથી રોટલી વણી કાચી પાકી શેકી લેવી. રોટલી ઉપર ટોમેટો સોસ લગાડી વચ્ચે સ્ટફિંગ પાથરવું. ઉપર કોબીજ નું છીણ નાખવું. ફ્રાંકીને બંને સાઈડ ફોલ્ડ કરી બટરમાં શેકવી અને ગરમાંગરમ સર્વ કરવી.

બીટનાં ફાયદા
બીટમાં મેગ્ને‌િશયમનો ભરપૂર સ્રોત છે. બીટના જ્યૂસમાં વિટામિન-સી, ફાઇબર, નાઇટ્રેટ્સ, બેટાનીન જેવાં પોષકતત્ત્વો હોય છે, જે શરીર ની ચરબી ઓછી કરે છે. બીટનું જ્યૂસ વધારે ફાયદાકારક છે.

સોયાબીન સેવનના ફાયદા
સોયાબીન માં ઝીરો કોલેસ્ટ્રોલ છે. તે ટાઈપ ટૂ ડાયાબિટીસ નું જોખમ ઘટાડે છે.

રાગી કપકેક
સામગ્રી: 1 કપ - રાગી લોટ, પા કપ - ઓટ્સ, અડધો કપ - છીણેલો ગોળ, પા કપ - દહી, અડધો કપ - તેલ, 2 ચમચા - ડ્રાઈફ્રૂટ, 2 ચમચા - ચોકલેટ ચિપ્સ, અડધી ચમચી - બેકિંગ પાઉડર, અડધી ચમચી - બેકિંગ સોડા

રીત
સૌ પ્રથમ એક બાઉલ માં દહી, ગોળ, તેલ, ડ્રાયફ્રૂટ, બેકિંગ પાઉડર, બેકિંગ સોડા નાખી મિક્સ કરી લેવું. તેમાં રાગીનો લોટ ચાળીને ઉમેરવો. ત્યારબાદ ઓટ્સ મિક્સ કરવા. હવે તરતજ મોલ્ડને ગ્રીસ કરી તેમાં બેટર ઉમેરી કુકરમાં સ્ટીમ કરવા મૂકવું. 10 થી 15 મિનિટમાં કપકેક તૈયાર થઈ જશે. કપકેક મૂકતી વખતે કૂકરમાં પાણી મૂકવું નહિ અને વિસલ પણ લગાવવી નહિ.

રાગીના ફાયદા
આપણે જરૂરી કેલ્શિયમ દૂધમાંથી મેળવવા ટેવાયેલા છે. દૂધ વધુ પ્રમાણમાં પીવાથી સેચ્યુરેટેડ ફેટ પણ મળે છે. જ્યારે કિંમતમાં સસ્તી રાગી બહુ જ ઓછું ફેટ અને ભરપૂર કેલ્શિયમ ધરાવે છે. તેથી રાગી કેલ્શિયમનો શ્રેષ્ઠ નો-ડેરી સોર્સ ગણાય છે. જે બાળકોને દૂધ પીવાની અથવા તો લેક્ટોઝની તકલીફની સમસ્યા છે, તેમની માતા રાગીના લોટમાંથી બાળકો માટે કોઈ પણ વસ્તુ તૈયાર કરી શકે છે. અને તેમના બાળકને ખવડાવી શકે છે. રાગી બ્લડસુગરનું લેવલ જાળવી રાખે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો