તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરતીકંપ:વડોદરા શહેરમાં વહેલી સવારે 1.9ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

વડોદરા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ભૂકંપનું કેન્દ્રબિંદુ વડોદરાથી 29 કિલોમીટર દૂર નોંધાયું

વડોદરા શહેરમાં આજે વહેલી સવારે ભૂકંપનો આંચકો નોંધાયો હતો. જો કે ભૂકંપના આંચકાની તીવ્રતા ખાસ વધુ ન હોવાથી ઘણા લોકોને ભૂકંપની જાણ થઈ ન હતી. ભૂકંપના આંચકામાં કોઈ જાનમાલને નુકસાનના અહેવાલ નથી. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ ઉપર 1.9 નોંધાઇ હતી. જાણવા મળ્યા મુજબ ભૂકંપનું કેન્દ્રબિંદુ વડોદરાથી 29 કિલોમીટર દૂર નોંધાયું હતું.

હાઈરાઈઝ બિલ્ડીંગમાં રહેતા લોકોને ભૂકંપ અનુભવાયો
ભૂકંપ વહેલી સવારે આવ્યો હતો ત્યારે મોટાભાગના શહેરીજનો ગાઢ નિંદ્રામાં હતા. જેથી ખાસ લોકોને આની ખબર પડી ન હતી. જોકે, હાઈરાઈઝ બિલ્ડીંગમાં રહેતા લોકોને ભૂકંપ અનુભવાયો હતો. જેથી તેઓમાં ફફડાટ અને ભાગદોડ થઈ ગઈ હતી. કેટલીક બિલ્ડીંગોના રહીશો ઘરની બહાર દોડી રસ્તા પર આવી ગયા હતા અને થોડો સમય રસ્તા પર વિતાવ્યો હતો. જે બાદ તેઓએ હાલ કોઈ ચિંતાનું કારણ નથી તેવું નિશ્ચિત થયા બાદ પોતાના ઘરમાં પ્રવેશ મેળવ્યો હતો.

થોડા દિવસ પહેલા ભરૂચ અને દક્ષિણ ગુજરાતમાં ભૂકંપના આંચકા નોંધાયા હતા
આજે આવેલા ભૂકંપના આંચકાની તીવ્રતા વધું ન હોય પરંતુ એના કારણે લોકોની ચિંતા વધી ગઈ હતી. ભૂકંપ આવવાથી હાઈરાઈઝ બિલ્ડીંગમાં રહેતા લોકો ચિંતામાં ગરકાવ થયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા ભરૂચ અને દક્ષિણ ગુજરાતમાં ભૂકંપના આંચકા નોંધાયા હતા. એ ભૂકંપનું કેન્દ્ર બિંદુ ભરૂચથી 40 કિ. મી. દૂર હોવાનું જાણવા મળ્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

વધુ વાંચો