વાતાવરણ:બપોરે તાપ બાદ સાંજે વહેલંુ અંધારું, રાત્રે ઝરમર વરસાદ

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુરુવારે વાતાવરણમાં પલટો આવતા બપોર બાદ વાદળછાયું વાતાવરણ બન્યું હતું. સાંજ બાદ કારેલીબાગમાં છાંટા વરસતા રોડ ભીના થયા હતા. - Divya Bhaskar
ગુરુવારે વાતાવરણમાં પલટો આવતા બપોર બાદ વાદળછાયું વાતાવરણ બન્યું હતું. સાંજ બાદ કારેલીબાગમાં છાંટા વરસતા રોડ ભીના થયા હતા.
  • વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી એકજ દિવસમાં ત્રણ ઋતુનો માહોલ
  • 13 િડસેમ્બર સુધી અસર રહેશે, ઠંડી વધવાની શક્યતા

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પગલે શહેરમાં ગુરૂવારે એક જ િદવસમાં ત્રણ ઋતુનો અનુભવ શહેરીજનોને થયો હતો. બપોર સુધી તાપ બદ સાંજે વાદળછાયું વાતાવરણ રહેતા વહેલુ અંધારું થઇ ગયુ઼ હતું.જ્યારે મોડી સાંજ થી રાત સુધીમાં શહેરમાં કારેલીબાગ, માંજલપુર, અલકાપુરી સહિતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યાં હતાં. જ્યારે શહેરમાં બપોરે એકાએક વાતાવરણમાં વાદળો છવાઈ જતા ઠંડીનું પ્રમાણ ઘટ્યું હતું. હવામાન એક્સપર્ટના મતે 10 થી 13 ડિસેમ્બર વચ્ચે લઘુતમ તાપમાનમાં વધારો જોવા મળશે, જ્યારે મહત્તમ તાપમાનમાં ઘટાડો થશે.

જ્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પસાર થયા પછી લઘુતમ તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીનો ચમકારો વધશે.બીજી તરફ હવામાન વિભાગના જણાવ્યા મુજબ 10 ડિસેમ્બરના રોજ શહેરનું મહત્તમ તાપમાન 34.6 ડિગ્રી અને લઘુતમ તાપમાન 16.8 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે ભેજનું પ્રમાણ સવારે 77 ટકા અને સાંજે 37 ટકા નોંંધાયું હતું. જ્યારે ઉત્તર-પશ્ચિમની દિશાથી 5 કિમીની ઝડપે પવન ફૂંકાયો હતો. બીજી તરફ 11 ડિસેમ્બરના રોજ પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે લઘુતમ તાપમાનનો પારો 16 ડિગ્રી રહેવાની સંભાવના વ્યકત કરાઇ છે.

એક્સપર્ટ વ્યૂ , હજુ માવઠાની શક્યતા
હવામાન શાસ્ત્રી અંકિત પટેલે જણાવ્યું હતું કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના ભાગરૂપે 13 ડિસેમ્બર સુધી કેટલાક ભાગોમાં માવઠું પણ પડી શકે છે. જ્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 11 ડિસેમ્બરની આસપાસ ભારત-પાકિસ્તાનની બોર્ડર પાસે પહોંચશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાથે સંકળાયેલું મિડ લેવલ ટર્ફ ઉત્તર અરબ સાગર સુધી લંબાશે. જેની અસરના ભાગરૂપે અરબ સાગરમાંથી ભેજ ખેંચાશે. જેના પગલે વાદળછાયું કે ધૂંધળું વાતાવરણ રહેશે.

અન્ય સમાચારો પણ છે...