તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ઓનલાઈન પાઠ-પૂજા:કોરોના લોકડાઉન વચ્ચે કર્મકાંડી બ્રાહ્મણોએ રસ્તો કાઢ્યો, યજમાનોને ઈ-પૂજાવિધિ કરાવીને દક્ષિણાનું પણ ઈ-પેમેન્ટ

વડોદરા6 મહિનો પહેલાલેખક: જીતુ પંડ્યા
શ્રી સત્યનારાયણ ભગવાનની કથા ઓનલાઈન કરાઇ
  • વોટ્સએપ વીડિયો કોલિંગ દ્વારા સત્ય નારાયણની કથાથી માંડીને હોમ-હવન અને ઉત્તરક્રિયાની ઓનલાઈન વિધિ
  • વીડિયો કોલિંગમાં મલ્ટિપલ યજમાનોને જોડીને એક સાથે ત્રણ પૂજાવિધિ, યજમાનોને પણ ધર્મકાર્ય કરાવ્યાનો સંતોષ

કોરોના મહામારીને લીધે વડોદરા સહિત ભારતભરમાં અત્યારે લોકડાઉનનો ચુસ્ત અમલ થઈ રહ્યો છે. આમાં નાના-મોટા વેપાર સદંતર બંધ થઈ ગયા છે. જો કે, કર્મકાંડી બ્રાહ્મણોએ આમાં પૂજા-પાઠવિધિ-હવનનું કાર્ય ચાલુ રાખવાની સાથે આર્થિક ઉપાર્જનનો નવો રસ્તો શોધી કાઢ્યો છે. વડોદરામાં ભૂદેવો હવે વોટ્સએપ વીડિયોકોલના માધ્યમે યજમાનો સમક્ષ પૂજા-પાઠ કરાવી રહ્યા છે. એટલું જ નહીં શ્રી સત્યનારાયણની કથા, હોમ-હવન, પાઠાત્મક લઘુરૂદ્ર ઉપરાંત ઉત્તરક્રિયા પણ વીડિયો કોલિંગ દ્વારા થઈ જાય છે. બીજું તો બીજું, પણ યજમાનો પૂજાપાઠ પૂર્ણ થયા બાદ ગોર મહારાજને પેમેન્ટ પણ પેટીએમ અથવા ગુગલ પે જેવા ઈ-પેમેન્ટના માધ્યમે કરી રહ્યા છે.
યજમાનના ઘરે ન જઈ શકાય તો હવે ઈ-પૂજાનો કન્સેપ્ટ ડેવલપ થયો
કર્મકાંડી બ્રાહ્ણણ દિક્ષીતભાઇ પાઠકે જણાવ્યું હતું કે, હાલમાં લગ્નસરાની મોસમ છે. પરંતુ, કોરોના વાઇરસના કારણે લગ્ન-પ્રસંગો થઇ શક્યા નથી. જો કે, યજમાનો લોકડાઉનમાં ઘરે બેઠા ઓનલાઇન પૂજા-પાઠ કરાવી રહ્યા છે. ઓન લાઇન પૂજા-પાઠ શરૂ કરવાથી બ્રાહ્ણણોનું ગુજરાન પણ ચાલી રહ્યું છે અને સાથે યજમાનોની પૂજા-વિધી કરાવવાની ઇચ્છા પણ પૂરી થાય છે. ચૈત્રી નવરાત્રિમાં રોજના 8થી 10 હવન તેમણે પોતે કરાવ્યા હતા. તે બાદ રોજની 3 જેટલી શ્રી સત્યનારાયણ ભગવાનની ઓન લાઇન કથા કરાવે છું. આ ઉપરાંત ઉત્તરક્રિયા સહિતની વિધિ પણ વીડિયો કોલિંગથી થાય છે.
વીડિયો કોલિંગથી એક સાથે ત્રણ સ્થળે પૂજા કરાવવાનું શક્ય
વીડિયો કોલિંગનો સૌથી મોટો ફાયદો મલ્ટિપલ પૂજાનો છે. વોટ્સએપ વીડિયો કોલિંગમાં એક સાથે ચાર જણા જોડાઈ શકે છે. આમાં ગોર મહારાજ વોટ્સએપ કે વૂટ કોલિંગ કે ગુગલ કોલિંગ દ્વારા એક સાથે ત્રણ યજમાનને જોડી શકે છે. આમ, એક સાથે ત્રણ જગ્યાએ શ્રી સત્ય નારાયણ કથા કે અન્ય પાઠવિધિ કરાવી શકાય છે. યજમાનો દ્વારા મોબાઇલ ફોન ઉપર પૂજાવિધી માટે કોન્ટેક કરવામાં આવે છે અને પૂજાવિધિની દક્ષિણા પણ ગુગલ પે અથવા પેટીએમ દ્વારા ટ્રાન્સફર કરી રહ્યા છે. લોકડાઉનમાં ઘરમાં પૂજા વિધી કરાવીને યજમાનો પોતાના ઘરને કોરોના વાઇરસ મુક્ત થયાની અનુભૂતિ કરી રહ્યા છે. 
‘દર વર્ષે મારા જન્મદિને કથા કરાવું છું, આ વર્ષે ઈ-કથા’
વાઘોડિયા રોડ ઉપર આવેલી ક્રિષ્ણાપાર્ક સોસાયટીમાં રહેતા હાર્દિક પંડ્યાનો મંગળવારે જન્મ દિવસ હતો. તેઓ દર વર્ષે તેમના જન્મદિને શ્રી સત્યનારાયણ ભગવાનની કથા કરાવતા હોય છે. પરંતુ, કોરોના વાઇરસના કારણે લોકડાઉન હોવાથી મહારાજ ઘરે આવી શક્યા ન હતા. પરંતુ, મહારાજે ઓન લાઇન કથાનું કામ ચાલુ છે તેમ જણાવતા હાર્દિકભાઈએ પોતાના જન્મ દિવસે કર્મકાંડી બ્રાહ્ણણ દિક્ષીતભાઇ પાસે ઓનલાઇન કથા કરાવી હતી. આ કથામાં તેમના માતા-પિતા, પત્ની રિપલ અને પુત્રીઓ ઝીલ, જીયા અને પુત્ર પર્વજ હતો. હાલ સોશિયલ ડિસ્ટન્સિંગનો અમલ કરતા હોવાથી કોઈને બહાર પ્રસાદ આપવા માટે પણ ગયા નથી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે પરિવાર સાથે કોઇ ધાર્મિક સ્થળ પર જવાનો પ્રોગ્રામ બની શકે છે. સાથે જ આરામમાં સમય પસાર થશે. બાળકોને કોઇ ઉપલબ્ધિ મળવાથી ઘરનું વાતાવરણ સારું જળવાશે. નેગેટિવઃ- આળસના કારણે થોડા કામ અધૂરા રહ...

વધુ વાંચો