તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વલખાં:સુઓમોટોમાં વેક્સિનનો મુદ્દો સમાવવા રજિસ્ટ્રારને ઇ-મેલ

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 40 હજારને કોવેક્સિનનો બીજાે ડોઝ મળ્યો નથી
  • સરકાર ત્રીજા વેવની તૈયારી કરે છે, પણ રસી અપાતી નથી

વડોદરામાં 40 હજાર લોકો કોવેક્સિનના બીજા ડોઝ માટે લાંબા સમયથી રાહ જોઇ રહ્યાં છે. પરંતુ તેમને બીજો ડોઝ મળતો નથી અને તેના કારણે તેમના સ્વાસ્થ્ય સામે ખતરો સર્જાયો હોવાના કારણે આ મુદ્દાને સુઓમોટોમાં સમાવી સુનાવણી થાય તે માટે શહેરના એડવોકેટે આજે ગુજરાત હાઇકોર્ટના રજિસ્ટ્રારને મેઇલ કર્યો હતો. એડવોકેટ ભાવીન વ્યાસે જણાવ્યું હતું કે, શહેરમાં 40 હજાર લોકોને કોવેક્સિનનો પ્રથમ ડોઝ અપાયો છે અને હવે બીજો ડોઝ લોકોને મળતો નથી. છેલ્લા 15 દિવસથી લોકો પીએમ અને સીએમને ટ્વિટ કરી રહ્યાં છે.

બીજો ડોઝ મળતો ન હોવાના કારણે લોકોના સ્વાસ્થય સામે ખતરો સર્જાયો છે અને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગુજરાત હાઇકોર્ટે રેમડેસિવીર સહિતની બાબતોને ધ્યાનમાં રાખી સુઓમોટો દાખલ કરેલી છે અને તેની સુનાવણી હાલ ચાલી રહી છે ત્યારે તેમાં વેક્સિનના મુદ્દાને પણ સમાવવામાં આવે તે માટે આજે એડવોકેટે આઇએ (ઇન્ટરવેન્શન એપ્લિકેશન)નો મેઇલ રજિસ્ટ્રારને કર્યો હતો.

એડવોકેટે જણાવ્યું હતું કે, કોવેક્સિનનો જથ્થો નથી તો બીજી તરફ અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. સરકાર એક તરફ ત્રીજા વેવની તૈયારીઓની વાત કરે છે તો બીજી તરફ કોવેક્સિનના બીજા ડોઝ ઉપલબ્ધ કરાવતી નથી એટલે લોકોને કોવેક્સિનનો બીજો ડોઝ ઉપલબ્ધ થાય તે માટે સુઓમોટોમાં આ મુદ્દાને પણ સમાવવામાં આવે તે માટેનો ઇ-મેલ કરવામાં આવ્યો હોવાનું એડવોકેટે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...