કૌટુંબિક દિયેરનું કારસ્તાન:બીમાર ભાભીને ઘેનની દવા આપી દિયરે દુષ્કર્મ કરીને વીડિયો ઉતાર્યો

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • દોઢ માસથી યુપીથી વડોદરા મજૂરી કરવા આવેલા કૌટુંબિક દિયેરનું કારસ્તાન
  • રોકડા રૂા. 25 હજાર લઇ ગયો, વીડિયો વાઈરલ કરવાની ધમકી આપી

શહેરના માંજલપુર વિસ્તારમાં દોઢ મહિનાથી મજૂરી કરવા આવેલા યુવકને‌ બીમાર કૌટુંબિક ભાભીએ દવા માટે પતિને સંદેશો આપવાનું કહ્યું હતું. જ્યારે યુવકે ભાભીને ઘેનની દવા પીવડાવી બેહોશ કરી દુષ્કર્મ કરીને ફરાર થઇ ગયો હતો. આરોપી દુષ્કર્મનો વીડિયો ઉતારી માર મારીને રૂા.25 હજાર લઈને ભાગી ગયો હતો. તેણે પોલીસ ફરિયાદ કરશો તો વીડિયો વાઈરલ કરવાની પણ ધમકી આપી હતી. બનાવના સંબંધમાં માંજલપુર પોલીસે તપાસ હાથ ધરી છે.

માંજલપુર પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના મકરપુરા વિસ્તારમાં રાયબરેલી (યુપી)નો શ્રમજીવી પરિવાર રહે છે. પતિ સવારના 10-30 વાગે કામ જાય છે અને રાત્રે 11 વાગે આવે છે. દરમિયાન દોઢ માસ પહેલાં શ્રમજીવી યુવકનો દૂરનો પિતરાઈ યુપીથી છૂટક મજૂરી કરવા માટે વડોદરા આવ્યો હતો. તે શ્રમજીવી પરિવાર સાથે જ વડોદરામાં રહેતો હતો. ગયા સપ્તાહમાં શ્રમજીવીની પત્નીની તબિયત બગડતાં તેણે ઘરમાં હાજર દિયેરને કહ્યું હતું કે, તું પતિને ફોન કરીને કહી દે કે ઘેર આવતાં સમયે દવા લઇને આવે.

આ સાંભળી દિયેર દુકાનેથી દવા લઇ આવ્યો હતો, પણ તે ઘેનની દવા હતી એટલે તે પીતાં જ મહિલા બેહોશ થઇ ગઇ હતી. મહિલા બેહોશ થઇ જતાં દિયેરે તેની દુષ્કર્મ કર્યું હતું. તે હોશમાં આવ્યા બાદ તેને માર મારીને રૂા.25 હજાર અને તેનો મોબાઈલ લઇ દિયેર વતનમાં ભાગી ગયો હતો.

સાંજના સમયે પતિ ઘરે આવતાં પત્નીએ સઘળી વાત કહેતાં પતિએ દિયેરના સંબંધીને ફોન કરીને ફરિયાદ કરવાની વાત કરી હતી. જેથી આરોપીએ મહિલાના પતિને ધમકી આપી હતી કે, ‘જો તમે પોલીસ ફરિયાદ કરશો તો દુષ્કર્મ વેળા બનાવેલો વીડિયો વાઈરલ કરી દઇશ.’ આ પછી મહિલાએ માંજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. માંજલપુર પોલીસે બનાવના સંબંધમાં ગુનો દાખલ કરી ઇન્ચાર્જ પીઆઈ વી.આર.ખેરે તપાસ હાથ ધરી છે.

આરોપીને પકડવા માટે પોલીસ ઉત્તર પ્રદેશ જશે
દુષ્કર્મ કર્યા બાદ આરોપી તેના વતન યુપીના રાયબરેલી જતો રહ્યો છે. માંજલપુર અને મકરપુરા વિસ્તારમાં આરોપીની તપાસ હાથ ધરી હતી પણ તેનો કોઈ પત્તો લાગ્યો ન હતો. એટલે તેની ધરપકડ માટે એક ટીમ યુપી રવાના કરવામાં આવશે, એમ માંજલપુરના ઇન્ચાર્જ પીઆઈ વી.આર.ખેરે જણાવ્યું હતું.

મહિલા 4 કલાક બેહોશ રહી દવા અંગે પણ તપાસ કરાશે
કૌટુંબિક દિયેરે ઘેનની અસરકારક દવા મહિલાને પીવડાવી હતી.પોલીસના જણાવ્યા મુજબ એવી દવા પીવડાવી હતી કે જેના કારણે મહિલા ચાર કલાક સુધી બેહોશ રહી હતી. આરોપીએ કઇ દવા આપી હતી તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...