તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધાર્મિક:દ્વારકેશલાલજીનું વેદ પાઠ ધ્વનિથી સન્માન

વડોદરા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વૈષ્ણવાચાર્યજીનો 54મો જન્મદિન ઊજવાયો

માંડવી સ્થિત શ્રી કલ્યાણરાયજી હવેલીના ષષ્ઠ પિઠાધિશ્વર દ્વારકેશલાલજી મહારાજનો 4 ડિસેમ્બરના રોજ 54મો જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો. જોકે જન્મદિવસ નિમિત્તે દર વર્ષે યોજાનારી માર્કન્ડેય પૂજાનું આયોજન નહોતું કરાયું. આ દિવસે દ્વારકેશલાલજીના જ્યેષ્ઠ પુત્ર યુવરાજ આશ્રયકુમારને ત્યાં પુત્રના જન્મનો શુભ અવસર ઊજવાયો હતો. આ પ્રસંગે આશ્રયકુમારને મંગલ સ્નાન કરાવાયું હતું, જ્યારે સાંજે 5:30 કલાકે વેદ પાઠ ધ્વનિ દ્વારા દ્વારકેશલાલજીનું સન્માન કરાયું હતું. જેમાં અગ્રણી વૈષ્ણવો, સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વિપો ગ્લોબલ સંસ્થાના માધ્યમથી વિવિધ સેવા કાર્યોની ઉજવણી આ વર્ષ દરમિયાન કરાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો